- પોરબંદર
રાણાવાવ સરકારી હાઇસ્કુલ ખાતે વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરાઈ હતી
સરકારી હાઇસ્કૂલ રાણાવાવ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી. ૨૮ ફેબ્રુઆરી ડો.સી.વી.રમન દ્વારા “રમન ઇફેક્ટ” ની શોધ કરવામાં આવેલી તેની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે.
૨૧ મી સદીમાં ભારતને સુપર પાવર બનાવવા માટે શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોની જરૂર પડશે.જેથી શાળાના વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ ખીલે, બાળકોમાં વધુને વધુ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી સરકારી હાઇસ્કૂલ રાણાવાવ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો ઉપરાંત કુમાર શાળા અને કન્યા શાળા રાણાવાવના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહ પૂર્વક શાળાની ” સ્ટેમ લેબ” ની મુલાકાત લીધી અનેં વિવિધ સાધનો વિશે તથા વૈજ્ઞાનિકો વિશે જાણકારી મેળવી હતી. વિજ્ઞાન દિવસની ઉજવણીમાં શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક દિપા મોઢા તેમજ અન્ય તમામ શિક્ષકોએ આચાર્ય એસ.એચ.સોનીના માર્ગદર્શનમાં કામગીરી કરી વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.
જુઓ આ વિડીયો