Saturday, August 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં શાળા ની ૨૧ મી વર્ષગાંઠ ની ઉજવણી રાષ્ટ્ર દેવો ભવ ની થીમ પર અનોખી રીતે કરાઈ

પોરબંદર ના  શ્રીમતી દીવાળીબેન નાથાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યાજ્ઞવલ્ક્ય વિદ્યામંદિર સી.બી.એસ.સી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની 21મી વર્ષગાંઠ ની ઉજવણી અનોખી રીતે રાષ્ટ્ર દેવો ભવ ની થીમ ઉપર કરવામાં આવી હતી  તે અંતર્ગત તારીખ 11-8-2023 ના રોજ ઓપન પોરબંદર વોલ પેન્ટિંગ કોમ્પિટિશન, તારીખ 12-8-2023 ના રોજ બિરલા હોલમાં ઓપન પોરબંદર વક્તૃત્વ અને ટ્રેડિશનલ ગ્રુપ ડાન્સ કોમ્પિટિશન તથા ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પીટીશન આયોજન કરવામાં આવ્યું. તારીખ 13 8 2023 ના રોજ સ્કૂલમાં ટ્રેડિશનલ હેલ્થ ડીસ કોમ્પીટીશન આયોજન કરવામાં આવ્યું હતું .

આ તમામ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાં વોલ પેન્ટિંગ કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમમાં જવાહર નવોદય વિદ્યાલયના આર્ટિસ્ટ, દ્વિતીય ક્રમાક માં કે અમેઝિંગ બ્રશિસ આર્ટિસ્ટ અને તૃતીય ક્રમાંકમાં કે હાઉસ ઓફ આર્ટ ગ્રુપના આર્ટિસ્ટઓ એ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પીટીશનમાં પ્રથમ ક્રમાંક નવોદય વિદ્યાલય, દ્વિતીય ક્રમાંક માઉન્ટ લીટેરા અને તૃતીય  ક્રમાંકે બિરલા સાગર હાયર સેકન્ડરી સ્કૂલ ના વિદ્યાર્થીયો એ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ટ્રેડીશનલ ગ્રુપ ડાન્સ કોમ્પીટીશન માં પ્રથમ ક્રમાંક એ શ્રી ચામુંડા મહેર રાસ મંડળ બોખીરા, દ્વિતીય ક્રમાંક એ સંસ્કૃતિ પર્ફોર્મિંગ આર્ટ અને તૃતીય ક્રમાંકે આર્ય કન્યા ગુરુકુલ ના ગ્રુપે સ્થાન પ્રાપ્ત કર્યું, વકતૃત્વ સ્પર્ધા માં ત્રણ સ્પર્ધકોએ અનિકેત પોપટ, આકર્ષ તિવારી અને દિપેન સામાણી એ ફાઈનલ માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ત્યારબાદ તારીખ 13-8-23 ના રોજ સ્કૂલના પેરેન્ટ્સ માટે ટ્રેડિશનલ હેલ્ધી  લંચ ડીશ  કોમ્પીટીશન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ વનાણા માં યોજવામાં આવી તેમાં શાળાના બાળકોના માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો વિવિધ વાનગીઓ નિયત કરેલા સમયમાં બનાવી હતી જેમાં પ્રથમ ક્રમાંકે પ્રેરણા કુમારી, દ્વિતીય ક્રમાંકે કિરણ પંચાની અને તૃતીય ક્રમાંકે દેવળ વડુકરે સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને આ સ્પર્ધા માં સ્વસ્થ અને સંતુલિત આહાર ના મહત્વ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.

શ્રીમતિ દિવાળીબેન નાથાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યાગ્યવલકય વિદ્યામંદિર સી.બી.એસ.ઈ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા તારીખ 14-6-2023 ને સોમવારના દિવસે 15 મી ઓગસ્ટ ની પૂર્વ સંધ્યાએ સ્વંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. પોરબંદરના બીરલા હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં સવારે પ્રી પ્રાઇમરીની ચાર બ્રાન્ચ પરેશ નગર રાણાવાવ અને વનાણા તથા ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ એ નૃત્ય નાટીકાઓ ડાન્સ, રોલ-પ્લે વગેરે રજૂ કર્યા જેમાં ચંદ્રયાન, ભારતનો ઇતિહાસ, કૃષ્ણ-લીલા, ઉત્સવો યુનિટી એન્ડ ડાયવર્સિટી, ભારત કી બેટી,પર્યાવરણ, દેશભક્તિ વગેરેની થીમ ઉપર વિવિધ નૃત્ય નાટીકા ડાન્સ વગેરે રજુ કરી ઉપસ્થિત વાલીઓ સમક્ષ પોતાની બાલ સહજ રાષ્ટ્રીય ભાવના ને પ્રસ્તુત કરી હતી.

આ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે કે.કે સિન્હા એજ્યુકેટીવ ઓફિસર કોસ્ટગાર્ડ હેડ ક્વાટર પોરબંદર, બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર જય બદીયાણી  અને આઇ સર્જન ડોક્ટર યશસ્વીની બદીયાણી એ હાજરી આપી હતી. ત્યારબાદ સાંજે ધોરણ ત્રણ થી 12 ના વિદ્યાર્થીઓ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો  જેમાં સરસ્વતી વંદના, લેજેન્ડ ઓફ ફ્રીડમ, સોશ્યલ મીડિયા અંગે અવેરનેસ, રોડ સેફ્ટી, રામાયણ કરાટે, ભારત અનોખા રાગ, નો પ્લાસ્ટિક તથા આપણું ગુજરાત વગેરે થીમ ઉપર વિવિધ નૃત્ય ડાન્સ રોલ પ્લે નાટક વગેરે રજૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પહેલા  યોજાયેલ પેન્ટિંગ કોમ્પિટિશન તથા તારીખ 12 ના રોજ યોજાયેલ ક્વિઝ કોમ્પીટીશન, વક્તૃત્વ કોમ્પીટીશન અને ટ્રેડિશનલ ગ્રુપ ડાન્સ કોમ્પિટિશનમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર ટીમ અને સ્પર્ધકો ને સંસ્થા દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સંસ્થાના 21મી સાલ ની ઉજવણી અંતર્ગત શાળાના પ્રિન્સિપલ શ્રીમતી નિરજા અગ્રવાલે સ્કૂલમાં ચાલતી વિવિધ એક્ટિવિટી ડાન્સ, મ્યુઝિક, કરાટે, ડ્રોઈંગ અને ઉત્સવની ઉજવણી તથા વિવિધ સ્પર્ધાઓ વગેરેનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાક પરિશ્રમ કરવા બદલ મેનેજિંગ ટ્રસ્ટ  અશોકભાઈ જુંગી , ટ્રસ્ટી  દિનેશભાઈ લોઢારી અને  સુર્યકાંતભાઇ જોશી એ  સ્કૂલ ને તમામ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ ને અભિનંદન આપ્યા હતા.

આ કાર્યક્રમ ચીફે ગેસ્ટ તરીકે ડી.આઈ.જી પંકજ અગ્રવાલ કમાન્ડન્ટ કોસ્ટ ગાર્ડ (સાઉથ ગુજરાત દીવ એન્ડ દમન ) પોરબંદર તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે પોરબંદર ના સિનિયર ડોક્ટર સુરેશ ગાંધી એ હાજરી આપી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે