પોરબંદર
યુવાનો માં સાહસ વૃત્તિ કેળવાય અને વોટર સપોર્ટસ માં વધુ જાગૃતિ આવે તે હેતુ થી રાજકોટ ના 9 અને પોરબંદર ના એક તરવૈયા એમ કુલ 10 તરવૈયા ઓ તારીખ 20 ફેબ્રુ આરી થી દ્વારકા થી સોમનાથ સુધી તરણ કરી રહ્યા છે.તારીખ 27 ફેબ્રુઆરી ના રોજ બપોરે તેઓ પોરબંદર પહોંચતા તેઓનું પોરબંદરની રામ સી સ્વિમિંગ ક્લ્બ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
યુવાનો માં સાહસ વૃત્તિ અને વોટર સ્પોર્ટ્સ અંગે જાગૃતિ આવે તે હેતુ થી રાજકોટ ના 9 અને પોરબંદર ના એક તરવૈયા એમ કુલ 10 તરવૈયાઓ દ્વારકા થી સોમનાથ સુધી ની સમુદ્ર સફર પર નીકળ્યા છે.રોજ નું 20 કીમી અંતર કાપે છે.દ્વારકા થી સોમનાથ નું અંતર 215 કિમિ છે.પરંતુ સ્વિમિંગ માં જે તે સ્થળ પર નાઈટ હોલ્ટ કરવા માટે રોકાવું પડે છે. હાલ પોરબંદર સમુદ્ર માં પહોંચ્યા હતા અને શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા તરવૈયાઓનું સ્વાગત કરવાં આવ્યું હતું. દ્વારકાથી સોમનાથ સમુદ્ર નું આશરે 300 કિમી જેટલું સમુદ્ર તરણ અંદાજવામાં આવી રહ્યું છે.
આ સાહસિકો લગભગ 5 માર્ચ સુધી માં સોમનાથ સુધીના દરિયો ખેડી ને તરતા તરતા અને કાઈકિંગ કરતા કરતા પહોંચશે.યુવાનોનું આ પ્રથમ વાર આટલું મોટું સાહસ છે.અને યુવાનો એ બે ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરી હતી.તેમની સલામતી માટે 10 રેસ્ક્યુ બોટ અને બે અન્ય બોટ સાથે રાખવામાં આવી છે.અને સાથે ક્રીડા ભારતી નામની સંસ્થા પણ જોડાઈ છે.અને પાંચ માર્ચ ના રોજ સોમનાથ પહોંચી તરવૈયાઓ આ સમુદ્ર સફર પૂર્ણ કરશે..આ દરિયાઇ મુસાફરી દરમિયાન યુવાનો સાથે દરિયામાં દસ રેસ્ક્યું બોટ , બે અન્ય બોટ તથા જરૂરી સાધનો સાથે આ રોમાંચક અને સાહસપૂર્ણ કાર્યમાં સ્કુબા જાણતા સ્કુબા ડાઇવરો પણ જોડાયા છે.
દરિયામાં દરિયાઇ જીવ સૃષ્ટિ થી પરિચિત કરતા યુવાનોમાં નવુ સાહસ અને કૌશલ્ય વિકસે તેવા હેતુઓ સાથે આ અનોખું સાગર અભિયાન હાથ ધરાયું છે જેમાં આ સાહસિક તરવૈયાઓ રસ્તા માં આવતા કાઠાઓ પર લોકો ને લોક જાગૃતિ નો સંદેશ આપશે. સૌરાષ્ટ્રના વિશાળ દરિયાઇકાંઠા પર સૌપ્રથમ વખત જ દ્વારકાથી દરિયો ખેડીને સોમનાથની સાહસિક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, સાહસિક યુવક યુવતિઓ સ્વીમીંગ કરવાની સાથોસાથ દરિયામાં સફાઇ અભિયાન તેમજ કાચબાઓને નવજીવન અર્પવાની સરાહનીય કામગીરી કરશે
જુઓ આ વિડીયો