ઈંનરવ્હીલ કલબ ઓફ પોરબંદર દ્વારા પવિત્ર અધિક માસ માં રાણાખીરસરા ના જલારામ ધામ વૃદ્ધાશ્રમ ના કુલ 37 જેટલા વૃદ્ધો ને રાણા ખીરાસરા થી લક્ઝરી બસ માં બેસાડી સૌપ્રથમ ગાગા ગુરગઢ ની ગુસાઈજી ની બેઠક માં ઝારીજી ભરાવી અને બપોરની પ્રસાદી અપાવવામાં આવેલી. બધાને બસ માં દ્વારિકા લઇ ગયા ત્યારે દ્વારિકા મહિલા મંડળ ના બહેનો ના સહયોગ થી દરેક વૃધ્ધો ને તેમના કેર ટેકર સાથે કુલ 65 લોકો માટે એસપી નિતેશ પાંડે ના સ્પેશિયલ ઓર્ડર થી દર્શન માટે અલગથી, જરા પણ તકલીફ ના પડે તે રીતે સન્મુખ દર્શન કરાવવાની વ્યવસ્થા મંદિર મંડળ વ્યવસ્થા ના ડીવાયએસપી સમીર સારડા અને ના પી આઈ સી. એ. દેસાઈ દ્વારા કરી આપવામાં આવી હતી.
દરેક વૃધ્ધો એ એસ.પી., ડીવાયએસપી અને પી. આઈ. ને ખુબખુબ આશીર્વાદ આપ્યા હતા. દ્વારિકા મહિલા મંડળ ના બહેનો દ્વારા બધા વૃધ્ધોને ને દ્વારિકાધીશના દર્શન કરાવી જલારામ મંદિરે લઈ જઈ બધા વૃધ્ધો ને ભાવપૂર્વક પીરસી અને પ્રસાદી અપાવી પરત જવા માટે રવાના કરેલા. મોડી રાત્રે બધા વૃધ્ધો ને જલારામ ધામ રાણાખીરસરા ખાતે પરત મુકવા ગયેલા.
ઈંનરવ્હીલ કલબ ઓફ પોરબંદર ના પ્રમુખ સીમાબેન સિંઘવી, સેક્રેટરી દિપાબેન દત્તાણી અને જોઈન્ટ સેક્રેટરી પૂજાબેન બારાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સફળતા પૂર્વક સંચાલન કરવામાં આવેલું. આ સમગ્ર કાર્યક્રમ નું સંપૂર્ણ આર્થિક અનુદાન પૂજાબેન દીપેનભાઈ બારાઈ દ્વારા આપવામાં આવેલું.
સાથે સાથે આ કાર્યક્રમ માં પ્રમુખ સીમાબેન સંઘવી, પૂજાબેન બારાઈ, જિજ્ઞાબેન મંડવીયા અને અમીબેન રુઘાણી દ્વારા દરેક વૃધ્ધો ને રોકડ ભેંટ આપવામાં આવેલી. દરેક વૃધ્ધોને જીવન જરૂરિયાત અને ઉપયોગી થાય એવી વસ્તુઓ નું અનુદાન રાધિકાબેન કોટેચા, બિંદીયાબેન મોનાણી , દીપાલિબેન ઠકરાર, શ્રદ્ધાબેન બારાઈ, પૂનમબેન તન્ના અને હીનાબેન રાડીયા દ્વારા આપવામાં આવેલું હતું.
આ કાર્ય માં અનિલભાઈ સિંઘવી, દીપેનભાઈ બારાઈ, જયભાઈ કોટેચા, ચિરાગભાઈ મોનાણી, પરાગભાઈ માંડવિયા, પ્રભુદાસભાઈ બારાઈ અને સુમિતભાઈ તન્ના એ બિલકુલ ચાલી ના શકે તેવા કુલ સાત જેટલા વૃધ્ધો ને વ્હીલચેર પર સમગ્ર યાત્રા કરાવી હતી. બીજા કોઈ અજાણ્યા લોકોના વૃદ્ધ માતાપિતાઓ ને પોતાના સમજીને યાત્રા કરાવી “વસુંધેવ કુટુંબકમ” માટે યથા યોગ્ય દ્રષ્ટાંત પૂરું પાડેલું હતું.


