Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના વધુ એક પરિવારના આધારસ્થંભ નો રઝળતા પશુઓ એ ભોગ લીધો

પોરબંદર દ્વારકા હાઇવે પર બુલેટ બાઈક આડે અચાનક પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાનનું મોત નીપજ્યું છે. જયારે તેના મિત્ર ને નીપજતા ભારે અરેરાટી ફેલાઇ છે.

પોરબંદરના ભદ્રકાલી પાટા પાસે પૂનમ એપાર્ટમેન્ટમાં રહેતો નિકેશ કાલિદાસ કોટેચા(ઉવ ૩૩) નામનો યુવાન પુનમ હોવાથી તેના મિત્ર સંદીપ ધીરજલાલ ભરડવા સાથે બુલેટ બાઈકમાં દ્વારકા પુનમ ભરવા જતો હતો. ત્યારે કુછડી નજીક ચામુંડા માતાજીના મંદિર પાસે પહોંચ્યા ત્યારે રસ્તા પર અચાનક પશુ આડે ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું. જેમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી.

આથી પ્રથમ પોરબંદર ની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ નિકેશ રાજકોટ પહોંચે તે પહેલા જ તેનું મોત થયું હતું. આથી તેના મૃતદેહ ને પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃતક યુવાન અપરણિત અને એક નો એક પુત્ર હતો. અને અગરબત્તી નું વેચાણ કરી પરિવાર નું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળે છે.

પરિવાર ના આધારસ્તંભ એવા યુવાન નું મોત થતા પરિવાર પર વજ્રઘાત જેવી સ્થિતિ સર્જાઈ છે. તો રઘુવંશી સમાજ માં પણ અરેરાટી વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદર ને જોડતા તમામ હાઇવે પર પશુઓ ૨૪ કલાક પડ્યા પાથર્યા રહે છે. જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. અગાઉ પણ આ રીતે અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે. તો અનેક ઈજાગ્રસ્ત બન્યા છે. તો બીજી તરફ પશુઓ ના મોત ના પણ અનેક બનાવ બન્યા છે. તેમ છતાં હાઇવે ઓથોરીટી પશુઓ હટાવવા મુદે ગંભીર બનતી નથી. ત્યારે વધુ એક પરિવારે પોતાનો એક માત્ર પુત્ર ગુમાવ્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે