પોરબંદર
પોરબંદરના એસટી ડેપો ખાતે લોખંડની રેલિંગ ઘણા સમયથી તૂટી પડેલી છે.જેના કારણે અકસ્માત થવાની સંભાવના હોવાથી આ રેલીંગ હટાવવા રજૂઆત કરાઈ છે.
પોરબંદર એસટી ડેપો ખાતે પ્લેટફોર્મ પર લોખંડની રેલિંગ રાખવામાં આવી હતી.આ રેલિંગો અવારનવાર બસોની ઠોકર ના કારણે તૂટી ગઈ હતી.જેને ઘણો સમય થી તૂટેલી હાલતમાં યથાવત રાખી દેવામાં આવી છે.આ રેલિંગના કારણે મુસાફરો અહીંથી પસાર થઈ શકતા નથી.અને રાત્રીના સમયે અંધારપટ્ટના કારણે આ રેલિંગ નજરે ચડતી ન હોવાથી અનેક મુસાફરો રેલિંગના કારણે પડી જતા હોવાનું જાણવા મળે છે.રેલીગ ના કારણે દિવ્યાંગ કે પ્રજ્ઞાચક્ષુ મુસાફર ને પણ ઈજાઓ થવાની સંભાવના છે.આથી કોઈ મુસાફરોને ગંભીર ઈંજા પહોંચે તે પહેલા આ રેલિંગ હટાવી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.