પોરબંદર
પોરબંદર જીલ્લા ના સાત વિદ્યાર્થીઓ હાલ યુક્રેઇન માં છે.જેમાં થી એક વિદ્યાર્થી બસ મારફત ટર્નોપીલ શહેર થી પોલેન્ડ જતો હતો.ત્યારે ત્યાની શેહિની-મેડ્યકા બોર્ડર નજીક ૪૦ કિમી દુર સુધી વાહનો ની કતાર હોવાથી હાલ માં ત્યાં બસ માં જ ફસાયેલા છે.વિદ્યાર્થી એ પોરબંદર ટાઈમ્સ સાથે વિડીયોકોલ મારફત વાતચીત કરી હતી.
યુક્રેનમાં યુધ્ધની સ્થિતિની વચ્ચે ગુજરાત ના અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે.ત્યારે પોરબંદર જીલ્લા ના પણ સાત વિદ્યાર્થીઓ યુક્રેનમાં હોવાનું સામે આવતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે પોરબંદર ની પુજાબેન કાનજીભાઈ ભુવા,જયકિશન ચંદારાણા,કુતિયાણા નો યશ સંજયભાઈ સોંદરવા,સોઢાણા ના અરભમ અરજણભાઈ કારાવદરા,વિજય માલદેભાઈ કારાવદરા,અડવાણા ના જયરાજ અરભમ કારાવદરા,આદિત્યાણા નો પ્રયાગ હિતેશ લાડાની પણ હાલ ત્યાં હોવાની જાણ તંત્ર ને થતા તંત્ર દ્વારા તેઓને પરત લાવવા કાર્યવાહી હાથ ધરી છે.
અધિક કલેકટર એમ કે જોશી એ જણાવ્યું હતું કે ત્યાં જીલ્લા ના તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.અને તેઓને બસ મારફત પોલેન્ડ અથવા હંગેરી ની બોર્ડર સુધી બસ મારફત લવાયા બાદ ત્યાંથી ફ્લાઈટ મારફત ભારત લવાશે.
શેહિની-મેડ્યકા બોર્ડર નજીક વાહનો ની કતારો
આદિત્યાણા ના પ્રયાગ લાડાણી નામનો વિદ્યાર્થી પોરબંદર ટાઈમ્સ ના વોટ્સેપ ગ્રુપ નો મેમ્બર હોવાથી તેણે વિડીયોકોલ મારફત વાતચીત માં જણાવ્યું હતું કે હાલ યુક્રેન થી ભારત આવવા માટે બે બોર્ડર ખુલ્લી છે.જેમાં રોમાનિયા અથવા પોલેન્ડ થી ભારતીય એમ્બેસી દ્વારા વિદ્યાર્થીઓ ને ભારત લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.શનિવારે સવારથી ૫૦-૫૦ વિદ્યાર્થીઓ ને બસ મારફતે શેહિની-મેડ્યકા બોર્ડર તરફ લઇ જવામાં આવે છે.ભારત માતાકી જય ના નારા લગાવી પ્રયાગ સહિતના લોકો બસ મારફતે શેહિની-મેડ્યકા બોર્ડર તરફ જવા રવાના થયા હતા.પરંતુ બોર્ડર થી ૪૦ કિમી દુર સુધી વાહનો ની કતારો લાગી હોવાથી તેની બસ પણ ૪૦ કિમી દુર રસ્તા પર રાખવામાં આવી છે. અનેક લોકો પોતાનો જરૂરી સામાન લઇ પગપાળા જ બોર્ડર તરફ જવા રવાના થયા છે.
જુઓ આ વિડીયો