Thursday, December 12, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં નવજાત બાળકી ને પાણી માં ફેંકી દેવા ના બનાવમાં તબીબ ની ધરપકડ

પોરબંદર

પોરબંદર માં પંદર દિવસ પહેલા કર્લી પુલ નજીક ના પાણી માંથી નવજાત બાળકી નો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે અગાઉ બાળકી ને પાણી માં ફેંકનાર સહીત ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી.જયારે તેમાં મદદગારી બદલ એક તબીબ ની ધરપકડ કરાઈ છે.

પોરબંદર માં પંદર દિવસ પહેલા કર્લી પુલ નજીક પાણી માંથી નવજાત બાળકી નો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસ તપાસ માં આ બનાવમાં રાણાવાવના ગ્રામ્ય પંથકની એક સગીરાની આ બાળકી હોવાનું જાહેર થયું હતું.જેમાં આ તરુણી સગર્ભા બન્યા બાદ બાળકીનો જન્મ પોરબંદરની હલીમા હોસ્પિટલમાં થયો હતો.જન્મના માત્ર બે કલાકની અંદર જ સગીરાના પિતા એટલે કે બાળકીના નાનાએ આ કર્લી પુલ નજીક ની ખાડીમાં ફેંકી દીધું હતું. ક્રૂરતાની હદ ત્યાં સુધી વટાવાઇ ગઇ કે સગીરાની પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે તેને બે શખ્સો સાથે શારિરીક સંબંધો હતા તેમાં ભરત પાંચા મોરી નામના શખ્શ દ્વારા તેની સાથે શારિરીક સંબંધ બાંધવામાં આવ્યો હતો તે ઉપરાંત અન્ય એક યુવાને પણ આ સગીરા સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો.

સમાજમાં આબરૂ બચાવવા માટે થઈને માસુમ બાળકીને જન્મ આપ્યા બાદ પોરબંદરની ખાડીમાં ફેંકવામાં આવી હતી. જેમાં સગીરાના પિતાએ જ કઠણ હ્રદયે ક્રૂરતાપૂર્વક દોહિત્રીને ખાડીમાં ફેકતા તેની સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો. ત્યારે આ બનાવમાં ઠોયાણાના ભરત પાંચા મોરી અને કોટડાના રોહિત ઉર્ફે લખમણ ભીમા મોરીએ આ તરૂણી સાથે છેલ્લા દોઢ વર્ષમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેથી જ આ સગીરા ગર્ભવતી બની હતી, જેમાં ભરત પાંચા મોરીને ખબર હતી કે સગીરા ગર્ભવતી થઇ છે તેમ છતાં અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું બહાર આવ્યું હતું. આથી બંને સામે બળાત્કાર અને ખૂનનો ગુન્હો દાખલ થતા ધરપકડ થઇ હતી.

પોરબંદરમાં ચકચાર મચાવનારા માસુમ બાળકીના હત્યાકેસમાં સી.પી.આઇ. આહિર અને ઉદ્યોગનગર પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ.શીતલબેન સોલંકી વગેરેએ આગળની તપાસ હાથ ધરતા અને પુરાવાઓ એકત્ર કરતા એવું જાણવા મળ્યું હતું કે આ બનાવમાં છાચા ચોકી પાસે શ્રધ્ધા હોસ્પિટલ આઇ.સી.યુ. ટ્રોમા સેન્ટર એન્ડ ચાઇલ્ડકૅર ધરાવતા અને માત્ર બી.એ.એમ. એસ.ની ડિગ્રી ધરાવતા તથા પોતાને કેમીલી ફિજીશ્યન અને બાળરોગ નિષ્ણાંત તરીકે ઓળખાવતા ડો. કલ્પેશ બી. કરમટા પાસે આ સગીરાના પિતા સગીરાને લઇને આવ્યા હતા.

અને તેણે તેની સાથે થયેલી વાતચીતના પુરાવામાં સ્પષ્ટપણે ખ્યાલ આવે છે.કે સગીરાને અનૈતિક સંબંધોથી પ્રેગનન્સી રહી છે અને બાળકીના જન્મ પછી તેનો કોઇપણ રીતે નિકાલ કરવાના છે.આવી ગંભીર બાબત તેણે પોલીસને જણાવવાના બદલે યુગાન્ડા રોડ પર આવેલી હલીમા હોસ્પિટલના મહિલા તબીબ ડો. નસરુમ છુટાણીને ત્યાં સગીરાની પ્રસુતિની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.તેના મજબૂત પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હોવાથી ડો. કલ્પેશ કરમટાની આ બનાવમાં મદદગારીમાં સંડોવણી ખુલતા કલમ ૧૨૦-બી મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

પોરબંદરમાં યુગાન્ડા રોડ પર હલીમા હોસ્પિટલ ચલાવતી મહિલા તબીબ ડો. નસરુમ છુટાણી સામે કલમ ૨૦૨ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું તપાસનીસ અધિકારી દ્વારા જણાવાયું હતું.જેમાં ફાઇલમાં સ્પષ્ટ પણે ઉલ્લેખ છે કે સગીરાની ઉમર સતર વર્ષની છે તેમ છતાં તેમણે પ્રસુતિ કરાવી પણ તે અંગેની જાણ પોલીસને કરી નથી.તે ઉપરાંત તેજ દિવસે સગીરાની બાળકીના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.તેમ છતાં તેમણે આ બનાવમાં પોલીસને જાણ કરવાને બદલે માહિતી છુપાવી હોવાથી આઇ.પી.સી.ની કલમ ૨૦૨ મુજબ તપાસ હાથ ધરાઇ છે.

જેમાં જાણ કરવા બંધાયેલ વ્યક્તિ દ્વારા ગુન્હાની માહિતી આપવા માટે ઇરાદાપૂર્વકની અવગણના જે કોઈ જાણતુ હોય અથવા એવું માનવાનું કારણ હોય કે ગુન્હો આચરવામાં આવ્યો છે.અને તે કાયદેસર રીતે આપવા માટે બંધાયેલ છે. તે ગુન્હાને લગતી કોઇપણ માહિતી આપવાનું ઇરાદાપૂર્વક છોડી દે છે.ત્યારે આ કલમ હેઠળ કાર્યવાહી થતી હોય છે.અને તેમાં વધુ પૂરાવાઓ એકત્ર કરવાની પણ કામગીરી હાથ ધરાઈ હોવાનું પી.એસ.આઈ. સોલંકી દ્વારા જણાવાયું હતું.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે