પોરબંદરમાં રવિવારે સાંસદ પરિવાર દ્વારા વૈષ્ણવ જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. જેનો લાભ લેવા વૈષ્ણવોને અપીલ થઇ છે.
પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક પરિવાર દ્વારા આગામી તા ૧૫ જુલાઈ ના રોજ સાંજે 6 વાગ્યે તાજાવાલા લોહાણા મહાજનવાડી ખાતે વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજય વ્રજરાજકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં વૈષ્ણવ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં પૂજ્યશ્રીના આશીર્વચન અને ભક્તિ સંગીત યોજાશે. આ કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય પૂ.ગો. ૧૦૮ વસંતરાયજી મહારાજશ્રી તથા વૈષ્ણવાચાર્ય પૂ.ગો. ૧૦૮ જયવલ્લભલાલજી મહોદયશ્રી વિશેષ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં વૈશ્વિક સંસ્થા વી.વાય. ઓ.ના તત્વાવધાનમાં ધર્મ સાથે સમાજ, માનવતા, રાષ્ટ્ર અને પ્રકૃતિને સમર્પિત સેવાકાર્યોમાં સંગઠિત થઇને કાર્યરત બનવા અને આ વૈષ્ણવ પ્રેરણા પર્વમાં સંમિલિત થવા સાંસદ ધડુક પરિવાર દ્વારા અપીલ કરાઈ છે.