પોરબંદરમાં નગરપાલિકા ફૂડ વિભાગે હેલ્ધી ફાસ્ટ ફૂડ માંથી બે કિલો વાસી બાફેલા બટેટા કબ્જે કરી બે હજારનો દંડ ફટકાર્યો છે. તે સહીત 6 ધંધાર્થીઓ ને 7 હજાર નો દંડ ફટકાર્યો છે.
પોરબંદર નગરપાલિકાની કુડ ચેકીંગ ટીમ દ્વારા ખાદ્યપદાર્થોના વેચાણ કરતા ધંધાર્થીઓ, લારીઓ, દુધની ડેરીઓ વગેરે સ્થળો એ ચેકીંગ કરવામાં આવે છે. જે અંતર્ગત એમ જી રોડ પર આવેલ હેલ્ધી ફાસ્ટફુડ માં થી 2 કિલો વાસી બાફેલા બટેટા મળી આવ્યા હતા. જેથી તેનો નાશ કરાયો હતો. અને અસ્વચ્છતા હોવાથી રૂ.૨૦૦૦ નો દંડ ફડકારવામાં આવ્યો છે. આ ફાસ્ટફુડના ધંધાથીને ચેકીંગમાં બીજી વખત ક્ષતિ સામે આવી હતી. એ સિવાય એસવીપી રોડ પર આવેલ ભગીરથ ખાજલી માં અસ્વચ્છતા તથા ઉદ્યાડા ખાદ્યપદાર્થ મળી આવ્યા હતા,જલારામ સ્વીટ માં મીઠાઇની ટ્રે પાસે બેસ્ટ બિફોર દર્શાવેલ ન હતું, સ્કાય સોફ્ટ ડ્રીંક માં ઉદ્યાડા ખાદ્યપદાર્થ , રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ કેલાસ સ્વીટ માર્ટ તથા મનસુર આલમ ફાસ્ટફુડ લારી પર અસ્વચ્છતા તથા ઉદ્યાડા ખાદ્યપદાર્થ મળી આવ્યા હતા. આથી આ તમામ ધંધાર્થીઓ ને ૧-૧ હજાર નો દંડ ફટકાર્યો હતો.