પોરબંદર
પોરબંદરમાં વ્યાજખોરો દ્વારા પરેશાન કરવામાં આવતા એક યુવાન 15 દિવસથી ગામ છોડી જતો રહ્યો છે.ત્યારે વ્યાજખોરો યુવાનના વૃદ્ધ બીમાર માતાપિતાને હેરાન કરતા હોવાની પોલીસ ને રજૂઆત કરાઈ છે.
પોરબંદરના કમલાબાગ પાછળ આવેલ અંબિકા હાઉસીંગ સોસાયટીમાં રહેતા ચુનીલાલ ભૂપતલાલ સામાણી નામના વૃદ્ધે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરી જણાવ્યું છે.કે તેઓ પાનની કેબીન રાખી વ્યસાય કરે છે.તેના મોટા પુત્ર પ્રણવ સામાણીને પૈસા ની જરૂરત હોવાથી વ્યાજે રૂપિયા લીધા હતા.અને રકમ કરતા ચાર ગણું વ્યાજ ચુકવી દીધું હોવા છતાં વ્યાજખોરો પેનલ્ટી લેતા હતા.જેથી 15 દિવસ પહેલા પ્રણવ શહેર છોડી ચાલ્યો ગયો હતો.
ત્યાર બાદ વ્યાજખોરો આ વૃદ્ધ દંપતીને ધરે અને ધંધાના સ્થળે આવી ધાક ધમકોઓ આપે છે.અને ઘરમાં ઘુસી ઘરના તમામ સભ્યો ડરાવી ધમકાવે છે.ચુનીલાલે જણાવ્યું હતું કે પોતે પેરાલીસસથી અરસગ્રસ્ત છે.અને હાર્ટ પેશન્ટ છે તથા તેમના પત્ની નું લીવર ખરાબ હોવાથી તેઓની પણ દવા ચાલુ છે.અને પગમાં સોજા છે.અને ઘરે બાટલા ચડાવી સારવાર ચાલે છે.આવા સમયમાં વ્યાજખોરો આ પરિવારને વ્યાજ વસૂલવા માટે ધમકી આપી મકાન તેના નામે કરવા ડરાવી રહ્યા છે.રૂ. 1 લાખ ના તગડું વ્યાજ લઈ પેનલ્ટી મારી રૂ. 7 લાખ કર્યા છે.આથી વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસરના પગલા લેવામાં આવે તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.
જુઓ આ વિડીયો