પોરબંદર પાલિકા ના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી વાસી અને અખાદ્ય પદાર્થ નું વેચાણ કરતા 6 ધંધાર્થીઓ ને 10 હજાર નો દંડ ફટકાર્યો છે.
પોરબંદર પાલિકા ની ફૂડ વિભાગ ની ટીમ દ્વારા ખાદ્યપદાર્થ નું વેચાણ કરતા ધંધાર્થીઓ,લારી ધારકો વગેરે માં ચેકિંગ કામગીરી કરવામાં આવે છે. તે અંતર્ગત એમજી રોડ અને એસ વી પી રોડ સહિતના વિસ્તાર માં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કસુંબો રેસ્ટોરન્ટ માંથી ફ્રીઝ માં રાખેલ વાસી વડા,ટીકી,કોફતા,ઢોકળી,ડ્રેગન પોટેટો,ચટણી,હલવો,ડુંગળી,બાફેલા શાકભાજી વગેરે નો ૧૨ કિલો જથ્થો મળી આવતા પાલિકા ટીમે નાશ કરી 5 હજાર નો દંડ ફટકાર્યો હતો.
એ સિવાય તેની બાજુ માં જ આવેલ મેવાર ઇટરી માંથી 8 નંગ વાસી મસાલા બાટી મળી આવતા તેનો નાશ કરી તેને પણ ૧ હજાર નો દંડ ફટકાર્યો છે. એ સિવાય એવન ચાઇનીઝ એન્ડ પંજાબી માંથી પણ 2 કિલો વાસી ભાત મળી આવતા તેનો નાશ કરી ૧ હજાર નો દંડ વસુલ્યો હતો. પાંજરાપોળ રોડ પર આવેલ શ્રીનાથ ચાઇનીઝ એન્ડ પંજાબી માં અસ્વચ્છતા હોવાથી તથા તુલસી ફૂડ પાર્સલ માં અસ્વચ્છતા અને ઉઘાડા ખાધપદાર્થો રાખેલા હોવાથી રામધુન મંદિર પાસે આવેલ વિજય ડેરી ફાર્મ માં મીઠાઈ ની ટ્રે પાસે બેસ્ટ બીફોર દર્શાવ્યું ન હોવાથી ૧-૧ હજાર નો દંડ ફટકાર્યો છે.


