પોરબંદર
તાજેતરમાં સુરત, વેરાવળ સહિતની મહિલાઓ પર હુમલા ની ઘટના બની છે.ત્યારે બહેનોએ સેલ્ફડિફેન્સ માટે કરાટે સહિતની આર્ટ શીખવી જોઈએ.પોરબંદરના યુવાને 21 વર્ષમાં દોઢ લાખથી વધુ બહેનોને કરાટે સહિતના માર્શલ આર્ટ્સની તાલીમ આપી છે.
તાજેતરમાં સુરતની ઘટના તેમજ વેરાવળ ઉપરાંત રાજ્યમાં મહિલાઓ પર હુમલાની ઘટના સામે આવે છે.ત્યારે પોરબંદર શહેર એ શાંત શહેર છે.અને શહેરને કોઈ કાલિમા લાગી હોય તેવા એસિડ એટેક જેવા બનાવો બન્યા નથી.આમ તો પોરબંદરની બહેનો સુરક્ષિત છે. ચોપાટી પર મોડી રાત સુધી કોઈ ડર વિના ફરી શકે છે.અને નિર્ભયતાથી તહેવારોની મોજ માણે છે.આમ છતાં સેલ્ફડિફેન્સ શીખવું જરૂરી છે.
અનેકો વર્ષો થી પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વિના મૂલ્યે સુરક્ષા સેતુ અંતર્ગત,સર્વ શિક્ષા અભિયાન ગુજરાત સરકાર ના પડકાર પ્રોજેક્ટ તથા સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ના માધ્યમ થી દોઢ લાખ થી પણ વધારે બહેનોને, વિદ્યાર્થીનીઓ અને બાળાઓને તાલીમ આપનાર માર્શલઆર્ટ્સ એક્સપર્ટ પ્રશિક્ષક કેતન કોટિયા એ વર્તમાન પરિસ્થિતિ જોઈને સેલ્ફ ડિફેન્સ શીખવા ફરી કર્યું આહવાન..પોરબંદર ના યુવાને દોઢ લાખથી પણ વધારે બાળાઓ,યુવતીઓ અને મહિલાઓ ને સેલ્ફ ડિફેન્સ ની તાલીમ આપી કરી સજ્જ…..
મહિલાઓ,બાળાઓ અને યુવતીઓને સશક્ત,નીડર,અને નિર્ભય બનાવવા છેલ્લાં એકવીસ વર્ષ થી દોઢ લાખ થી પણ વધારે બહેનોને જુદી જુદી સંસ્થા ઓ ના માધ્યમ થી કરાટે જેવી માર્શલ આર્ટસ દ્વારા અવિરત સેલ્ફડડીફેન્સ ,-આત્મ રક્ષણ નું પ્રશિક્ષણ આપી સુંદર કાર્ય કરી રહ્યા છે..
જુદી જુદી માર્શલઆર્ટ્સ જેવી કે જાપાનીઝ માર્શલાઆર્ટ્સ કરાટે અને પાંચ જુદી જુદી માર્શલઆર્ટ્સ મુવથાઈ, જુજુત્સુ, જુડો,કિકબોક્સિંગ મિક્સ માર્શલાઆર્ટ્સ કુડો ઉપરાંત ,થાઈબોક્સીગ,પિંચેક સિલાટ જેવી વિવિધ માર્શલાઆર્ટ્સ યુદ્ધ કલા નો સઘન અભ્યાસ કરી તેમાં નિપુણતા પ્રાપ્ત કરનાર પોરબંદર ના જાણીતા માર્શલઆર્ટિસ્ટ કેતન કોટિયા દ્વારા નિપુણતા મેળવી બહેનો માટે વિષેશ સેલ્ફડિફેન્સ ની તાલીમ નું આયોજન છેલ્લા ૨૧ વર્ષ થી અવિરત કરવામાં આવી રહ્યું છે.
મહિલાઓ પાર વધતા અત્યાચાર,શારીરિક શોષણ,હિંસા,છેડતી અને ખરાબ વર્તન ને સમય પહેલાજ રોકી શકાય તથા વિદ્યાર્થીનીઓ-મહિલાઓને સશક્ત બનાવવા તેમજ કોઈ પણ પ્રકારની શારીરિક હિંસા અને એમનામાં આત્મનિર્ભરતા અને સમાજમાં પોતાની ઓળખાણ બનાવી સાહસ અને નીડર બની દરેક સમસ્યાઓનો સામનો કરી શકે એવા ઉમદા હેતુથી પોરબંદર ના સેલ્ફડિફેન્સ એક્સપર્ટઝ કેતન કોટિયા અને તેમના દ્વારા તૈયાર કરાયેલા માર્શઅર્ટ્સ ની વિશેષ તાલીમબદ્ધ પ્રશિક્ષકોની ટીમ દ્વારા પોરબંદર તેમજ અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં પણ મહિલાઓને વિશેષ માર્શલઆર્ટ્સ ના વિશેષ તૈયાર કરાયેલા અભ્યાસક્રમ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી બહેનોને સેલ્ફડિફેન્સ ની બેઝિક તાલીમ આપી ચુક્યા છે ત્યારે તેમના દ્વારા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ,ઇન્ડિયન નેવી તેમજ ગુજરાત પોલીસ અધિકારીઓ અને જવાનોને પણ અનઆર્મડ અને ફિટનેસ ની તાલીમ આપી ચુક્યા છે..શા માટે સેલ્ફડિફેન્સ શીખવું જરૂરી છે? મહિલાઓ સાથે બની રહેલી હિંસા ,છેડખાની ખરાબ વર્તાવ વર્ષોથી સમાજ નું કડવું સત્ય બની ગયેલ છે અને દુર્ભાગ્ય વશ આજે પણ ચિંતાનો વિષય છે.
સરકાર દ્વારા સંસદ માં રજુ કરવામાં આવેલ રેકોર્ડ પ્રમાણે દર મહિને 2 હજાર 713 કિસ્સા સામે આવે છે
ફક્ત ગરીબ કે સામાન્ય જ માહિલાજ છેડખાની,યૌન હિંસા,ઉતપીડન થી પસાર થઈ રહી છે એવું નથી પરંતુ મશહૂર અને શક્તિસારી મહિલાઓ પણ આનો ભોગ બની રહી છે દરેક ને કોઈ ને કોઈ મોડ પર કોઈ ને કોઈ પ્રકાર ની હિંસા નો સામનો કરવો પડતો હોય છે જેમાં યૌન ઉતપીડન (સેક્સુઅલ હરેસમેન્ટ) અને શારીરિક હિંસા(ફિઝિકલ અસલ્ટ) ખુબજ સામાન્ય છે આ સ્થિતિ માંથી બચવા અને નિકળવા માટે સેલ્ફ ડિફેન્સ શીખવું ખૂબ જરૂરી બની જાય છે .
મહિલાઓ કેવી કેવી પરિસ્થિતિઓ નો સામનો કરી રહી છે ? સ્કૂલ કોલેજ ના અભ્યાસ ક્રમ માં ફરજિયાત સેલ્ફડિફેન્સ ની તાલીમ હોવી જોઈએ ..
ના જાણે કેટલી મહિલાઓ અને છોકરીઓ રસ્તા પર,બસમાં,ટ્રેનમાં,ઓફિસમાં સ્કૂલ કોલેજો ટ્યુશન વગેરે જગ્યા પર ગંદા કૉમેન્ટ્સ, ઈવ ટીજિંગ ,શારીરિક હિંસાનો સામનો કરવો પડતો હોય છે પરંતુ અધિકતર મામલાઓ માં આવું કરવા વારા અપરાધિઓનો મુકાબલો કરવાની જગ્યાએ આનાથી બચી ને ચાલવું અથવા આવી બાબતોને નઝર અંદાઝ કરવાનું શરૂ કરી દે છે.
પરંતુ સેલ્ફડિફેન્સ ની વિધિસર ની ટ્રેનિંગ અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવતું સચોટ પ્રશિક્ષણ માધ્યમથી વિદ્યાર્થીનીઓ,બાળાઓ અને મહિલાઓ ,છોકરીઓ આવા લોકોનો મુકાબલો કરવા પ્રોત્સાહિત તો થાયજ છે પરંતુ એની સાથે સાથે આત્મરક્ષણ- સેલ્ફડિફેન્સ ની એવી ટ્રિક શીખવવામાં આવે છે જેથી કોઈ બદમાશ એમની છેડતી કરતા પહેલા દશ વખત વિચાર કરશે..સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ કેતન કોટિયા દ્વારા અપાતી ટ્રેનિંગ માં શુ હોઈ છે અને એનાથી શુ ફાયદો થાય છે?
સેલ્ફડિફેન્સ અને ફિટનેસ અને ન્યુટ્રીશન એક્સપર્ટ કેતન કોટિયા દ્વારા વિશેષ તૈયાર કરવામાં આવેલ ટ્રેનિંગ મોડ્યુઅલ માં સૌથી પહેલા શરીર ને સશક્ત,લચીલું અને સ્ફૂર્તિલું બનાવતી વિવિધ પ્રકારની એક્સરસાઇઝ જેનાથી ઇજિલિટી,સ્ટેબિલિટી,એબીલીટી,ફલેક્સશિબિલિટી,સ્ટ્રેન્થ અને એંડ્યુર્સ તેમજ કારડીઓવસ્ક્યુલર સિસ્ટમ સ્ટ્રોંગ અને પોતે હેલ્થી બને શકે તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે સાથે બોર્ન સ્ટ્રક્ચર મજબૂત બનાવવા તેમજ શરીર માં સ્નાયુઓનું નિર્માણ ક્યાં પ્રકાર ના ખોરાક થી થઈ શકે તે પ્રકારનું હેલ્થી અને બેલેન્સ ડાયેટ નું પણ માર્ગદર્શન આપવામાં આવે છે
સેલ્ફડિફેન્સ માં હાથની નકલ્સ ,હથેળી,ફિંગર્સ,કાંડા નો ભાગ ,માથું – પગના ઉપર અને નીચેના પંજાનો ભાગ ,કોણી,ગોઠણ વગેરે નો ઉપયોગ કરી આત્મરક્ષણ કરતા શીખવવામાં આવે છે સાથે આ અંગો થી માણસ ના ક્યાં મર્મ સ્થળો પર ઝડપથી અટેક કરવાથી તે સરેન્ડર કરી ક્યાં એવા ભાગ પર વિશેષ ટેક્નિક થી લોક કરવાથી તેમને તાબે કરી શકાય તેમનું પણ જ્ઞાન આપવામાં આવે છે સાથે આવા અંગોથી ઝડપ થી એટેક અથવા ડિફેન્સ કરવાની ક્ષમતા મેળવવા સ્પીડ ડ્રીલ અને શરીરનમાઁ મારખાવા તેમજ મારવાની શક્તિ ઉત્પન્ન કરવા વિશેષ પ્રકારની કન્ડિશનિંગ એક્સરસાઇઝ કરાવવામાં આવે છે..
આજના માહોલ ની ગંભીરતાને જોતા માર્શલઆર્ટ્સ અને ફિટનેસ પ્રત્યે સમર્પિત કેતન કોટિયા એ શૈક્ષણિક સંસ્થાઓ,સામાજિક સંસ્થાઓ ,જ્ઞાતિઓ ,મહિલા સંગઠનો અને દરેક માતાપિતા ને બહેનો દીકરીઓને સેલ્ફડિફેન્સ શીખવા પ્રેરિત કરવી જોઈએ તેમજ તેની ટ્રેનિંગ માટેની વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ
જુઓ આ વિડીયો