જુનાગઢમાં ઘરેલુ હિંસા પીડીત મહિલા ભુલથી પોરબંદર આવી જતા ૧૮૧ ની ટીમે કાઉન્સેલીંગ કરી સુરક્ષિત રીતે આશ્રયસ્થાને લઇ જવાઈ હતી.
જુનાગઢ પંથક ની મહિલા ને સાસરા પક્ષ દ્વારા હેરાનગતિ હોવાથી તે ચાર મહિનાથી પિયરમાં રિસામણે હતા. સાસરા પક્ષને સમજાવવા માટે તે મહિલા પિયરમાંથી સાસરીમાં જવા નીકળી હતી. તેનું સાસરૂ જુનાગઢ હતું. પરંતુ મહિલા ભૂલથી પોરબંદર પહોંચી ગઈ હતી. જે અંગે જાણ થતા ૧૮૧ અભયમ ટીમે મહિલાનું કુશળ કાઉન્સેલિંગ કરી તેને આશ્વાસન આપ્યું હતું.
મહિલા એ જણાવ્યું હતું કે તેના નણંદ માનસિક રીતે નાની નાની બાબતોમાં હેરાનગતિ કરતા હોવાથી નણંદ સાથે મનદુઃખ થયું હતું. આથી સાસુએ મહિલા ના મમ્મીને ફોન કરીને બોલાવ્યા હતા. અને તેના મમ્મી ની સાથે મહિલા પીયર જતી રહી હતી. જ્યાં ચાર માસ સુધી સાસરી વાળા તેડવા ન આવતા મહિલા ખુદ જ પિયર માંથી સાસરીમાં જવા માટે નીકળી ગઈ હતી. અને પોરબંદર આવી પહોંચી હતી. મહિલાને આશ્રય અને કાઉન્સિલિંગની જરૂર હોવાથી ૧૮૧ અભયમ ટીમ દ્વારા મહિલાને સુરક્ષિત આશ્રય અપાવીને લાંબાગાળનું કાઉન્સેલીંગ મળી રહે તે મુજબ કાર્યવાહી કરીને મહિલાના જીવનમાં બદલાવ આવે તે મુજબના સક્રીય પ્રયાસો કર્યા હતા. આ કામગીરીમાં કાઉન્સેલર નીરૂપાબેન બાબરીયા, કોન્સ્ટેબલ કિરણબેન ચાવડા રોકાયા હતા.