પોરબંદર
એમ.કે. ગાંધી સ્કૂલ ખાતે બાળમેળો યોજાયો હતો.જેમા ધો. 1 થી 8 ના 690 બાળકોએ વિવિધ કૃતિઓ તૈયાર કરી હતી.જેનું પ્રદર્શન યોજાયું હતું.
પોરબંદરમાં એમ.કે. ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધો.1થી 5ના બાળકો માટેના બાળમેળામા ચિત્રકામ, છાપકામ, માટીકામ, કાતરકામ, વેસ્ટ માંથી બેસ્ટ કૃતિઓ, બાળવાર્તા, હાસ્ય દરબાર સહિતના આયોજનમાં 110 છાત્રોએ શાળા ખાતે આવીને ભાગ લીધો હતો.જ્યારે 450 છાત્રોએ ઘરે ઘરે રહીને કૃતિઓ બનાવી શાળા ખાતે મોકલાવી હતી.બાળકોમાં રહેલી કૌશલ્ય શક્તિ બહાર લાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
ધો. 6 થી 8 ના બાળમેળા લાઈફ સ્કિલ, માટીકામ, હેરસ્ટાઇલ, મેકઅપ, મહેંદી, સુથારીકામ, કુકિંગ, સાયકલ પંચર રીપેરીંગ કામ સહિતના આયોજનમાં 80 બાળકોએ શાળા ખાતે હાજર રહી ભાગ લીધો હતો.અને 50 જેટલા છાત્રોએ ઘરે રહી પ્રવૃત્તિ કરી પોતાની કૃતિઓ શાળા ખાતે મોકલાવી હતી.બાળકો એ પોતાની અદભૂત કળા નું પ્રદર્શન આ કૃતિઓ મારફત કર્યું હતું.આ નાના ભૂલકાઓ બનાવેલી વિવિધ કૃતિનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.આ આયોજનને સફળ બનાવવા સ્કૂલના પ્રિન્સિપાલ ધર્માંબેન જોશી તેમજ સ્કૂલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
જુઓ આ વિડીયો