રાણાવાવ માં એક વર્ષ થી રીસામણે બેઠેલી મહિલા નું સાસરિયાઓ સાથે ૧૮૧ અભયમ ટીમ દ્વારા સુખદ સમાધાન કરાવ્યું હતું.
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા માં ગામમાં રહેતી મહિલા ૧૮૧ માં ફોન કરી જણાવ્યું કે તમે મારા પતિ અને સાસરીવાળાને સમજાવવા આવો હું એક વર્ષથી રિસામણે છું. તો મારે સમાધાન કરી સાસરીમા રહેવું છે. મહિલા એ જણાવેલ કે તેમના પિયર ભાઈ ના લગ્ન પ્રસંગે ગયેલ હોય ત્યાં તેમના પતિ તથા મહિલા ના માતાપિતા સાથે મન દુઃખ થતા મહિલા છેલ્લા એક વર્ષ થી પિયર માં રહેતી હોય ૫રંતુ તેના પતિ કે સાસરીવાળા તેડવા આવતા ન્ હોય અને મહિલા છેલ્લા એક વર્ષથી તેના બંને બાળકો સાથે પિયરમાં રહેતા હોય અને તેના પિતા પર બોજ બનવા માગતા ન હોય તેથી મહિલા તેની માતા સાથે પોરબંદર આવી અને અભયમ ટીમની મદદ માંગતા પોરબંદર ૧૮૧ ટીમ બતાવેલ સરનામે પહોંચી મહિલાનુ કાઉન્સિલિંગ કરી તેમની સમસ્યા અંગે જાણકારી મેળવી અને તેમના પતિ તથા સાસરીવાળા નુ કાઉન્સિલિંગ કરેલ કાયદાકીય માહિતી આપી સમજાવ્યા હતા અને કુશળ કાઉન્સિલિંગ દ્વારા સુખદ સમાધાન કરાવ્યું હતું.આ કામગીરી માં ૧૮૧ કાઉન્સિલર નીરૂપાબેન બાબરીયા તથા કોન્સ્ટેબલ કિરણબેન ચાવડા તથા પાયલોટ કિશન દાસા રોકાયા હતા.