Tuesday, December 24, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ખેતીવાડી વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ:પોરબંદર જિલ્લાના ખેડૂતો વિવિધ સહાય માટે તા. ૨૧ માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકશે

પોરબંદર

ગુજરાત રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ મારફત ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓના વિવિધ ઘટકોની ઓનલાઇન અરજી કરવા માટે તા. ૨૧/૦૨/૨૦૨૨ થી તા.૨૧/૦૩/૨૦૨૨ સુધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. જેમા વિવિધ ઘટકો માટે પોરબંદર જિલ્લાના ખેડૂતો અરજીઓ કરી શકશે.
(૧) અન્ય ઓજાર/સાધન, (૨) એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ, (૩) કમ્બાઈન્ડ હાર્વેસ્ટર, (૪) કલ્ટીવેટર,
(૫) ગ્રાઉન્ડનટ ડીગર, (૬) ચાફ કટર (ઈલે. મોટર/ઓઇલ એન્જિન ઓપરેટેડ)/પાવર ટીલર ઓપરેટેડ, (૭) ટ્રેકટર, (૮) ટ્રેકટર ઓપરેટેડ સ્પ્રેયર, (૯) પ્લાઉ (તમામ પ્રકારના), (૧૦) પાક સંગ્રહ સ્ટ્રકચર,
(૧૧) પમ્પ સેટસ, (૧૨) પાવર ટીલર, (૧૩) પાવર થ્રેશર, (૧૪) માલ વાહક વાહન (૧૫) તાડપત્રી,
(૧૬) રીઝર/ બંડ ફોર્મર/ ફરો ઓપનર, (૧૭) રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના), (૧૮) રોટાવેટર, (૧૯) લેન્ડ લેવલર, (૨૦) લેસર લેન્ડ લેવલર, (૨૧) વાવણિયા/ઓટોમેટીક ડ્રીલ, (૨૨) સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ, (૨૩) હેરો (તમામ પ્રકારના), (૨૪) સોલાર લાઈટ ટ્રેપ, (૨૫) સ્માર્ટફોન ની ખરીદી પર સહાય, (૨૬) પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના, (૨૭) વોટર કેરીંગ પાઇપલાઈન વગેરે યોજના માટે અરજી કરવાં માટે જરૂરી આધાર પુરાવા (૧) નવાં ૭ /૧૨ અને ૮-અ (૨) આધારકાર્ડ (૩) બારકોડેડ રેશન કાર્ડ (૪) બેંક ખાતાની પાસબુકની નકલ (૫) ખેડૂતના ચાલુ મોબાઈલ નંબર જરૂરી છે.
અરજી કરવાં માટે
(૧) ગ્રામ પંચાયત ખાતે VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટ રપ્રિનર)
(૨) ઓનલાઈન ફોર્મ ભરી આપનાર કોમ્પ્યુટર ઓપરેટર પાસે.
અરજી કરવાં માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી નિયત સમયમર્યાદામાં કરવાની રહેશે.
ખાસ નોધ :- સને ૨૦૨૨-૨૩ થી ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓનાં ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે. આથી, અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી. પરંતુ, ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો
પુર્વ મંજુરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડૂતે સહી કરેલ અરજીની
પ્રીન્ટઆઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજુ કરવાનો રહેશે.
વધુ માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ https:://ikhedut.gujarat.gov.in/ પર જોવા વિનંતી છે.
વધુ માહિતી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે