પોરબંદરની પી.સી.સી. બેન્કને બેન્કો બ્લ્યુ રીબન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે પોરબંદરના બેન્કીંગ જગતમાં અને બેંક ના અગ્રણીઓ માં ખુશીની લાગણી ફેલાઇ છે.
એવીશ પબ્લીકેશન બેંકો બલ્યૂ રીબન એવોર્ડ ૨૦૨૨ અર્પણવિધિ કાર્યક્રમ મહાબળેશ્વર મુકામે આયોજીત કર્યો હતો. જે કાર્યક્રમમાં કો. ઓપ બેંકીંગ સેકટરના ૪૭૫ જેટલા ડેલીગેટસની ઉપસ્થિતિ વચ્ચે આ એવોર્ડ વિતરણ સમારોહ કાર્યક્રમના ચીફ ગેસ્ટ જ્યોતીન્દ્રભાઇ મહેતાના વરદ્ હસ્તે બેંકીંગ સેક્ટરની શ્રેષ્ઠ કામગીરી કરતી બેંકોનું મૂલ્યાંકનને આધીન ‘બેંકો બ્લ્યુ રીબન એવોર્ડ એવોર્ડ ૨૦૨૨ પોરબંદર કોર્મશીયલ બેંકની બેંકીંગ સેકટરની ઉચ્ચતમ કામગીરીને લક્ષમાં લઇ સર્વ મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે અર્પણ કરવામાં આવ્યો હતો.
જે એવોર્ડની સ્વિકૃતિ સાથે બેંકના સર્વે બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના કર્મચારીઓ હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવતા સાથે બ્લ્યૂ રીબન એવોર્ડ ૨૦૨૨થી વિજેતા થવા બદલ નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો. ઓપ. બેંકસ એન્ડ ક્રેડીટ સોસાયટીના પ્રેસીડેન્ટ જ્યોતિન્દ્રભાઇ મહેતા, સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો. ઓપ. બેંકસ ફેડરેશનના પ્રેસીડન્ટ વિક્રમભાઇ તન્ના, રાજકોટ એમ.કો. ઓપ બેંક લિ.ના સી.ઇ.ઓ. એન્ડ જનરલ મેનેજર પુરૂષોતમભાઇ પીપરીયા તથા સીટીઝન્સ કોમ. કો ઓપ. બેંક લિ.ના ચેરમેન હારીતભાઇ એ. મહેતા વગેરેએ બેંક વધુને વધુ દિન પ્રતિદિન પ્રગતિ સાધે તેવી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.
બેંકની અગ્રેસર બેંકીંગ સેવાઓ તથા સામાજિક પ્રવૃત્તિઓમાં બેંકનું યોગદાન મહત્વનું રહ્યું છે. તેમ જણાવીને પી.સી.સી. બેન્કના ચેરમેન રાજેશકુમાર નરોતમદાસ બુધ્ધદેવ તથા પી.સી.સી. બેન્કના મેનેજીંગ ડીરેકટર અનીલકુમાર ગિરધરલાલ કારીયાએ જણાવ્યું છે કે કોવિડ ૧૯ના ભિષણ કાર્યકાળમાં આત્મનિર્ભર યોજના નીચે જિલ્લાની કો.ઓપ. બેંકોમાં સૌથી વધુ ધિરાણ આપી અને સમાજ પ્રત્યે આપેલ યોગદાન ઉપરાંત ભારતની સંસ્કૃતિ જળવાઇ રહે તેવા અભિગમથી થતા કાર્યક્રમમાં બેંકે પોતાનું યોગદાન આ સમાજલક્ષી સેવાઓ પ્રદાન કરેલ છે. અન્ય બેંકીંગ સેવાઓ જેવી કે આર.ટી.જી.એસ. તથા નેફ્ટ ફેસેલીટી, મોબાઇલ બેંકીંગ, મીસકોલના માધ્યમથી બેલેન્સની જાણકારી, મોબાઇલના માધ્યમથી ફંડ ટ્રાન્સફર, નેટસ તથા આર.ટી.જી,એસ, સ્ટેટમેન્ટ ડાઉનલોડ જેવી સેવાઓ પ્રદાન કરે છે.
પી.સી.સી. બેંકને બેંકો બ્લ્યૂ રીબન એવોર્ડ એનાયત થતાં પી.સી.સી. બેન્કના ચેરમેન રાજેશકુમાર નરોતમદાસ બુધ્ધદેવ તથા પી.સી.સી. બેન્કના મેનેજીંગ ડીરેકટર અનીલકુમાર ગિરધરલાલ કારીયા ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.