Tuesday, December 24, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ઓનલાઇન ટીકીટ બુકીંગ અને ઓનલાઇન ક્રેડિટ/ડેબીટ કાર્ડના નામે બે વ્યકિતઓ સાથે થયેલા સાયબર ફ્રોડની ૨૮૦૦૦ ની રકમ પરત અપાવાઈ

પોરબંદર

પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓના તાત્કાલીક નિરાકરણ સુચના અનુસંધાને પોરબંદર જીલ્લાના કુલ બે  જુદા જુદા બનાવો મા રૂ ૪૮૯૮૨/-ના સાયબર ફ્રોડ થયા હતા. તેમાં પોરબંદર સાયબર પોલીસ દ્વારા રૂા.૨૭૯૮૦/- પરત મેળવી આપેલ.

પોરબંદર ના એક યુવાન રાજ ગણાત્રા ને તા. ૦૮/૦૧/૨૨ના રોજ અજાણી વેબસાઇટ ફ્લાઇટ ટિકિટ પર ડીસ્કાઉટ બતાવી તેના પર .૯૪૮૨/- ની ઓનલાઇન ફ્લાઇટની બે ટિકિટ બુક કરાવેલ હતી. જે ટિકિટ બુક ન થતા કેન્સલ કરાવેલ પરંતુ તે ટિકિટ ના રૂપિયા રિફંડ ન થતા રાજ સાથે સાયબર ફ્રોડ કર્યો હતો.

વધુ એક અરજદાર મહેશભાઇ દતાણી ને તા.૧૭/૦૧/૨૦૨૨ના રોજ એક અજાણ્યા નંબર પર થી એક શખ્સ કોલ કરી બેંક માંથી બોલુ છુ કહી તેમના ટ્રાંજેક્શન થતા ન હોય તેમ જણાવી એક લિંક મોકલેલ તેમાં પોતાના બેંકની વિગત નાખવાનું જણાવેલ તેથી પોતાના બેંકની વિગત નખાવી એ.ટી.એમના નંબર અને ઓ.ટી.પી.નંબર મેળવી મહેશભાઇ ના ખાતા માથી જુદા જુદા બે ટ્રાન્જેક્શન કરી .૩૯૫૦૦/- ડેબીટ કરી લીધા હતા.

આમ પોતાની સાથે કોઇ સાયબર ફ્રોડ થયો એવુ માલુમ પડતા આ અરજદારો રાજભાઇ તથા મહેશભાઇ દ્વારા તાત્કાલીક પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા નાયબ પોલીસ અધિક્ષક શહેર જે.સી. કોઠીયાની સુચના અને પોરબંદર સાયબર ક્રાઇમ પી.આઇ કે.આઇ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.કે.જાડેજા અને પી.એસ.આઇ એમ.એલ.આહીર અને ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરતા રાજભાઇ ને પુરેપુરા  ૯૪૮૨/-, અને મહેશભાઇને ૧૮૫૦૦/- મળી કુલ રૂા.૨૭૯૮૦/- પરત મેળવી આપ્યા હતા.તેમજ આ બનાવ અનુસંધાને આરોપી હાથ ધરવાની તજવિજ ચાલુ છે.તેથી રાજભાઇ તથા મહેશભાઇએ પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નો આભાર માન્યો હતો.

આથી પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઇ પણ ઓનલાઇન વસ્તુ મંગાવવા તથા ઓનલાઇન બુકીંગ કરતી વખતે તથા ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે પુરતી ખરાઇ કરવી અને કસ્ટમર કેરનો નંબર હમેશા ઓફીશીયલ વેબસાઇટ પરથી જ લેવો.તેમજ અજાણી વ્યક્તી સાથે પોતાની બેંક ખાતાની વિગત તથા ક્રેડીટ ડેબિટ કાર્ડ ની માહિતિ, નંબર તથા ઓ.ટી.પી. જેવી ખાનગી માહીતી કોઇ પણ વ્યક્તિને આપવી નહી. તથા અજાણી વેબસાઇટ તથા લીંક પર માહીતી નાખવી નહીં.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે