પોરબંદર
પોરબંદર ખાતે યોજાયેલ ખારવા સમાજ ની બેઠક માં વાણોટ પવનભાઈ ની કામગીરી ને ધ્યાને લઇ ને તેઓને આગામી પાંચ વર્ષ માટે વાણોટ તરીકે સુકાન સંભાળવાની જવાબદારી સોપવામાં આવી હતી.
તા. ૧૯-૦૨-૨૦૨૨ શનિવાર ના રોજ સાગરભુવન હોલ ખારવાવાડ ખાતે ખારવા માછીમાર બોટમાલિક, ભાઈઓની એક જનરલ મીટીંગ નુ આયોજન કરવામા આવેલ હતુ.જેમા ખારવા સમાજના પંચપટેલ/ટ્રસ્ટીઓ,માજી વાણોટો, બોટ એસો. ના પ્રમુખ,કમીટી મેમ્બરો,માજી પ્રમુખો,પિલાણા એસો. ના પ્રમુખ,કમીટી મેમ્બરો,નવીબંદર ખારવા સમાજના પ્રમુખ, સુભાષનગર વણાકબારા ખારવા સમાજના પ્રમુખ,તેમજ આગેવાનો તેમજ ખારવા સમાજના યુવાનો વડીલો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
તેમા માછીમારો ને લગતા અનેક પ્રશ્નો તેમજ ખારવા સમાજ ના લોકો ને લગતા અનેક નાના-મોટા પ્રશ્નો વિષે ચર્ચાઓ કરવામા આવેલ હતી.આ ચર્ચાઓ ની અંદર ખારવા સમાજના યુવાનો,વડીલોમાથી એક એવો સુર નીકળ્યો હતો કે, ખારવા સમાજમા શિક્ષણ તેમજ વિકાસના કામો તથા માછીમારોના હિત ના કામો માટે પવનભાઈ જીવાભાઈ શિયાળ ખુબજ ઉત્સાહી હોય,માટે ખારવા સમાજના યુવાનો અને વડીલોએ મીટીંગમા એવી માંગણી મુકેલ હતી કે,હાલના સમય ને ધ્યાન મા લેતા ખારવા સમાજ ના શિક્ષિત અને યુવા પ્રમુખ પવનભાઈ જીવાભાઈ શિયાળ ને સમાજના વિકાસ માટે આવનારા ૫ (પાંચ) વર્ષ માટે વાણોટ તરીકે પસંદ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી.
તેમા ત્યાં મીટીંગ મા હાજર રહેલ યુવાનો અને વડીલો દ્વારા એક સુર સાથે પવનભાઈ જીવાભાઈ શિયાળ ને ખારવા સમાજ ના વિકાસના કર્યો તેમજ સારા સંચાલન માટે ૫ (પાંચ) વર્ષ વાણૉટ/પ્રમુખ તરીકે સમાજ નુ સુકાન સંભાળવા માટેની તમામ જવાબદારીઓ આપેલ હતી.