પોરબંદર
કોરોના માં અવસાન પામેલા સસ્તા અનાજ ના દુકાનદારો ને સરકાર દ્વારા સહાય આપવામાં આવી નથી.જેના વિરોધ માં રાજ્યભર ના સસ્તા અનાજ ના દુકાનદારો એ એક દિવસ બંધ પાળ્યો હતો.જેમાં પોરબંદર જીલ્લા ના તમામ ૧૬૨ સસ્તા અનાજ ના દુકાનદારો આ બંધ માં જોડાયા હતા.
સરકાર દ્વારા કોરોનાકાળ દરમ્યાન સસ્તા અનાજ ની દુકાનમાં કામ કરતાં દુકાનદાર તેમજ ઓપરેટર,તોલાટ સહાયકને કોરાના વોરિયર્સ ગણીને આર્થિક સહાય આપવા મૃત્યુના કિસ્સામાં રૂ. 25 લાખની સહાય જાહેર કરવામાં આવી હતી. પ્રથમ અને બીજા વેવ ની મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરતા રાજ્યના અંદાજે 68 સસ્તા અનાજના દુકાનદારો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.જેમાંથી સરકારે માત્ર 5 દુકાનદારોના પરિવારજનોને મળવા પાત્ર રૂ. 25 લાખની સહાય ચૂકવી છે.બાકી રહેલા 63 દુકાનદારના પરિવારજનો લાંબા સમયથી આ સહાય થી વંચિત રહ્યા છે.
જેને લઇ ને પોરબંદર સહીત રાજ્યભર ના સસ્તા અનાજ ની દુકાનો એ બંધ પાળ્યો હતો.પોરબંદર એફ.પી.એસ. એસોસીએશનના પ્રમુખ રાજેશભાઈ ઠકરારે જણાવ્યું હતું કે મહામારી દરમ્યાન જિલ્લાના 4 દુકાનદારો અને સહાયક નું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.આથી તેઓને સહાય ની માંગ સાથે જીલ્લા ના તમામ ૧૬૨ સસ્તા અનાજ દુકાનદારો એ બંધ પાળ્યો હતો.અને બાકી રહેલા મૃતક દુકાનદારોના પરિવારજનોને સરકાર વહેલી તકે સહાય ચૂકવે તેવી માંગ કરી હતી.અને યોગ્ય નહી થાય તો આગામી સમય માં આંદોલન ની ચીમકી પણ આપી છે.
રાજેશભાઈ એ જણાવ્યું હતું કે સરકારની જાહેર વિતરણ વ્યવસ્થામાં રાજ્યભર માં અંદાજે 17 હજાર દુકાનદાર સરકારના લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો વિતરણ કરવાનું કોરાના મહામારીમાં પણ સતત ભગીરથ કાર્ય કરી રહ્યા છે. ગત કોરાના મહામારીની પહેલી લહેરમાં સખત લોક ડાઉનમાં લોકો જ્યારે ઘર બહાર નિકળવામાં ખૂબ જ ભયભીત હતા. ત્યારે રાજ્યના તમામ સસ્તા અનાજના દુકાનદારોએ પ્રથમ ત્રણ દિવસમાં 72 લાખ કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવાનું વિક્રમી કામ કર્યું હતુ.અને ત્યારથી આ કામ અવીરતપણે ચાલુ છે.દુકાનદારોની જીવ સટોસટની આ કામગીરી ધ્યાને લઈ સરકાર દ્વારા દુકાનમાં કામ કરતાં દુકાનદાર તેમજ ઓપરેટર, તોલાટ સહાયકને કોરાના વોરિયર્સ ગણીને આર્થિક સહાય આપવા મૃત્યુના કિસ્સામાં રૂ. 25 લાખની સહાય જાહેર કરવામાં આવેલ.
પ્રથમ અને બીજા વેવ ની મુશ્કેલી પરિસ્થિતિમાં કામ કરતા રાજ્યના અંદાજે 68 સસ્તા અનાજના દુકાનદારો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.જેમાંથી સરકારે માત્ર 5 દુકાનદારોના પરિવારજનોને મળવા પાત્ર રૂ. 25 લાખની સહાય ચૂકવી છે.બાકી રહેલા 63 દુકાનદારના પરિવારજનો લાંબા સમયથી આ સહાય થી વંચિત રહ્યા છે.આ બાબતે ઓલ ગુજરાત એફ.પી.એસ. એસોસીએશન દ્વારા અનેક વખત ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલ છે.પરંતુ અત્યાર સુધી માત્ર આશ્વાસન જ મળેલ હોય જેથી હડતાલ પાડવામાં આવી હતી.
જુઓ આ વિડીયો