પોરબંદર
રાજય સરકાર દ્રારા ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈનમા પોરબંદર જીલ્લામાંથી જાગૃત નાગરીક દ્રારા ફાેન કરી મદદ માંગી જણાવ્યુ હતું કે કોઈ બહેન મળી આવેલ છે.રીક્ષામાંથી ઉતરતા ન હોય કશુ જણાવતા નથી.તેમને મદદની જરુર છે તેથી તુરંત પોરબંદર અભયમ ની ટીમ કાઉન્સેલર મીનાક્ષીબેન સોલંકી,મહિલા પોલીસ કીર્તિબેન,પાયલોટ કિશનભાઇ દાસ સહિતના સ્થળ પર પહાેચી ને પીડિતાને પ્રાેત્સાહન આપી સમસ્યા જાણવાના પ્રયત્નો કરેલ,પરંતુ પીડિતા કશું બોલતા ના હોય તેથી પ્રેમથી સમજાવી રીક્ષા માંથી ઉતારી વાનમાં બેસાડી આજુબાજુના લોકોને પૂછપરછ કરેલ.
પરંતુ કોઈને પીડિતા વિશેની કોઈ માહિતી ના હોય પીડિતાનુ લાંબા સમય સુધી કાઉન્સેલિંગ કરતા માત્ર નામ જણાવેલ હોય નામ પરથી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફોન કરી પીડિતાની ગુમ થયાની નોંધ બાબતે પૂછપરછ કરતાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આજરોજ માનસિક અસ્વસ્થ મહિલા ઘરેથી નીકળી ગયા ની નોંધ થયેલ હોય.તેથી પીડિતાને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લઇ ગયેલ.ત્યાંથી પીડિતાના પતિ ને ફોન કરી તેઓના ફોટા તથા આધારકાર્ડ લઇ પોલીસ સ્ટેશન આવવા જણાવેલ.
પીડિતાના પતિ કમલાબાગ પોલીસ સ્ટેશન આવીને પીડિતા તેમના પત્ની હોવાની સાબિતી આપેલ.જેથી પીડિતાના પતિ નું કાઉન્સેલિંગ કરતા જણાવેલ કે પીડિતા માનસિક અસ્વસ્થ હોય.તેમની દવા ચાલતી હોય અગાઉ પણ આમ ઘરેથી નીકળી ગયેલ હોય.આજરોજ પણ ધ્યાન ન રહેતા સવારના ઘરેથી નીકળી ગયેલ હોય.જયા પતિ-પત્ની બન્નેનુ કાઉન્સેલિગ કરેલ,બહેનને યોગ્ય સારવાર અપાવવા તથા વધુ ધ્યાન રાખવા સમજાવેલ અને મહિલાને તેમના પતિને સોપેલ.
આમ મહિલાનુ પરીવાર સાથે મિલન થતા તેઓએ 181 ટીમનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ.