પોરબંદર
જેતપુર ના ઉદ્યોગો નું કેમીકલયુક્ત પાણી પાઈપલાઈન મારફત પોરબંદર ના દરિયા માં નાખવાનો પ્રોજેક્ટ રદ કરવા સેવ પોરબંદર સી કમિટી દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી છે.અને પ્રોજેક્ટ રદ નહી થાય તો લોકો ને સાથે રાખી ઉગ્ર આંદોલન ની ચીમકી પણ આપી છે.
જેતપુર ના ઉદ્યોગો નું કેમીકલયુક્ત પાણી ૧૦૫ કિમી ની પાઈપલાઈન મારફત કરોડો રૂપિયા ના ખર્ચે પોરબંદર નજીક ના દરિયામાં ઠાલવવા અંગે પ્રોજેક્ટ તૈયાર કરાયો છે.જેના માટે પાઈપલાઈન બીછાવવાની હિલચાલ શરુ થઇ છે.ત્યારે શરુઆત થી જ આ પ્રોજેક્ટ રદ કરવા ની માંગ કરી અનેક કાર્યક્રમ કરનાર સેવ પોરબંદર સી કમિટીના નુતનબેન ગોકાણી સહીત કમિટી ના સભ્યો દ્વારા આ મામલે રાષ્ટ્રપતિ,વડાપ્રધાન,નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ,સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,વન અને પર્યાવરણ મંત્રાલય,મુખ્યમંત્રી,સહીત ને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે જેતપુર ના પ્રદૂષિત પાણી થી નાગરિકો, માછીમારો અને ખેડૂતો ને હાલાકી થશે.
હાલ નદીઓ નું પ્રદુષણ રોકવા પ્રયત્નો કરવામાં આવે છે તેનો મતલબ એવો નથી થતો કે નદી ચોખ્ખી રાખવી અને દરિયો ભલે પ્રદૂષિત થાય.દરિયા માં ઊંડી પાઇપ લાઇન દ્વારા રોજ લાખો લિટર ઝેરી કેમિકલવાળું પાણી છોડશે.તો દરિયા માં ભરતી ઓટ આવે ત્યારે એ પાણી કિનારે પહોંચશે.તો દરિયાકાંઠે વસતા લોકો ને પણ નુકશાન થશે.હાલ માં પણ અનેક વખત એવું સામે આવ્યું છે કે ડાયીંગ ઇન્ડસ્ટ્રી ટ્રીટ કર્યા વગર પાણી નદીઓ માં છોડે છે.તો દરિયા માં ચોખ્ખું પાણી જ છોડશે તેની જવાબદારી કોણ લેશે? કાંઠા ના લોકો ને આ પાણી જ બોર માં આવશે.ડેમો માં ભળશે તો નાગરિકો ની હાલત કફોડી થશે.ખેડૂતોની જમીનો બંજર થશે.અને દરિયામાં માછલીઓ નો નાશ થશે.
કોઈ પણ સરકારી વિભાગ ગાંધીભૂમિ ના લોકો ને ઉદ્યોગો નું આ ઝેરી પાણી દરિયામાં છોડવા થી થતો એક પણ ફાયદો સમજાવે અને શહેર,ખેડૂતો, માછીમારો માટે બાહેધરી આપે કે આ યોજના યોગ્ય છે.અને તેનાથી કશું નુકશાન નહી થાય અન્યથા આગામી સમય માં લોકો ને સાથે રાખી ઉગ્ર આંદોલન ની ચીમકી પણ આપી છે.
જુઓ આ વિડીયો