પોરબંદર
પોરબંદર ના ખાપટ સીમ-૧ શાળામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરાઇ છે.અહી ધો. ૬ થી ધો. ૮ ની ૪૦ વિધાર્થિનીઓને વિનામૂલ્યે શિક્ષણ તથા રહેવા જમવાની સુવિધા મળશે.
પોરબંદર તાલુકાના ખાપટ કલસ્ટરમાં ખાપટ સીમ-૧ શાળામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) શરૂ કરવામાં આવી છે.ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કેજીબીવી નુ ઉદઘાટન કર્યુ હતુ.આ વિધાલયમા ધોરણ ૬ થી ધો. ૮ ૪૦ દીકરીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.આ સાથે પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાઓમા એક એક કેજીબીવી શરૂ કરવામા આવી છે.જેમા દિકરીઓને શિક્ષણની સાથે સાથે રહેવા, જમવાની સુવિધા પણ પુરી પાડવામા આવે છે.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજના ગુજરાત સરકારના ૧૦૦% ભંડોળમાંથી પોરબંદર જિલ્લામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કન્યાઓ માટે નિવાસી (હોસ્ટલ) શરૂ કરવામાં આવી છે.કન્યાઓ પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી ઉચ્ચ પ્રાથમિક સ્તરે નિવાસી શાળાઓની સ્થાપના કરવામાં આવી.કેજીબીવીમાં ધોરણ –૬ થી ૧૨ શરૂ કરવામાં આવે છે. તેમજ આ વર્ષે ૨૦૨૧–રર માં ખાપટ સીમ-૧ માં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ધોરણ -૬ થી ૮ શરૂ કરાયુ છે.
પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકામાં ખાપટ, રાણાવાવ તાલુકામાં ખંભાળા અને કુતિયાણા તાલુકામાં મહિયારી મુકામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. જેના ધો. ૬ થી ૧૨ ના નામાંકન માટે આ વર્ષે મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવેલ છે.
આ પ્રસંગે શિક્ષણ સમિતીના ચેરમેન આવડાભાઇ ઓડેદરા,જિલ્લા શિક્ષણાધિકારી કે.ડી.કણસાગરા,ખાપટ સીમ-૧ શાળાના આચાર્ય,પ્રા.શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.