પોરબંદર ના સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન ચાલીસા કંઠસ્થ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૪૪ સ્પર્ધકો એ ભાગ લીધો હતો.
પોરબંદરમાં હનુમાનજયંતિની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સત્યનારાયણ મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન ચાલીસા કંઠસ્થ બોલવાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫ વર્ષ થી ૭૭ વર્ષના ૪૪ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યું હતું. સ્પર્ધા ના જજ તરીકે જયેશભાઇ અને દક્ષાબહેન પાટાએ સેવા આપી હતી. શ્રી સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી શીલાબેન તથા ભરતભાઈ માખેચા અને વ્યવસ્થપક મોઢાભાઈના માર્ગદર્શન અને સહકારથી સમગ્ર આયોજન સફળ બન્યું હતું. આ હરીફાઈ દર વર્ષે હનુમાન જન્મજયંતિના રાખવામાં આવશે તેવું પણ આયોજકો એ જાહેર કરતા તમામ લોકો એ બિરદાવ્યું હતું





