પોરબંદર
પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા વનાણા નજીક પરશુરામ શૈક્ષણિક સંકુલ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર નજીકના વનાણા ગામ પાસે બ્રહ્મસમાજને સરકાર દ્વારા 2000 ચોરસ મીટર ટોકન દરે જગ્યા આપવામાં આવી છે.આ જગ્યા પર સમસ્ત બ્રહ્મસમાજના પરિવારોને સમાજ ઉપયોગી તેમજ શૈક્ષણિક હેતુ અને વિવિધ હેતુઓ માટે પરશુરામ ધામ શૈક્ષણિક સંકુલ ઉભું કરવામાં આવશે.સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા નિર્માણ થનારા આ પરશુરામ શૈક્ષણિક સંકુલ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.જેમાં શાસ્ત્રી ભીમભાઈ જોશી દ્વારા શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિ કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં પૂ.ભાઈ શ્રી રમેશભાઈઓઝાની અને સમસ્ત બ્રહ્મસમાજના સંતો મહંતો આગેવાનો અને સમસ્ત બ્રહ્મસમાજના પરિવારજનો ની ઉપસ્થિતિમાં ૫૧ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરી પરશુરામધામ શૈક્ષણિક સંકુલ ની ઈમારતની શિલાન્યાસ વિધિ કરવામાં આવશે.અને નવનિર્મિત ભવન ખુબ જ ઝડપથી તૈયાર કરવામાં આવશે.
સમસ્ત બ્રહ્મસમાજના ઈતિહાસ માં જિલ્લામા ખુબ ઝડપે લાખો રૂપિયા નું અનુદાન મળી ચુક્યું છે.અને અવિરતપણે હજુ પણ ચાલુ જ છે.જેથી ટ્રસ્ટી મંડળ નાં તમામ સભ્યોમા પણ અદમ્ય ઉત્સાહ જોવા મળે છે.
કોરાના પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને અપેક્ષિત અગ્રણીઓ ની હાજરી માં વૈદિક વિધિથી કરવામાં આવેલ આ ભુમીપુજન માં પ્રમુખ ડાયાભાઇ જોષી,મહામંત્રી ગિરીશભાઈ વ્યાસ,ખજાનચી અશ્વિનભાઈ દવે,ટ્રસ્ટી જીતુભાઈ દવે, રાજાભાઈ શિયાણી,માનદ સલાહકાર રમણિકલાલ પુરોહિત,કિશોરભાઈ પંડ્યા,નિરવભાઈ દવે,રાણાવાવ સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો નાથાભાઈ બળેજા,દુષ્યંતભાઈ મહેતા,કીરીટભાઈ બાપોદરા,ગિરીશભાઈ થાનકી,રામજીભાઈ ઠાકર,ભારતભાઈ રાવલ વિગેરે અને પૂર્વ શહેર પ્રમુખ અશ્વિનભાઈ ઠાકર,રાજીવભાઈ વ્યાસ,ડો જોષી સાહેબ,લલિતભાઈ જોષી નિવૃત્ત નાયબ મામલતદાર રાવલ,શાસ્ત્રી રમેશભાઈ રાજ્યગુરુ,દેવુભાઈ પંડ્યા, નિલેશ વ્યાસ,લલિત ત્રિવેદી,ભરત જાની,દેવવ્રત જોષી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જુઓ આ વિડીયો