પોરબંદર
પોરબંદરમા શીશુ સ્વાગત કેન્દ્ર પારણા પોઇન્ટ આવેલું છે.રાજ્ય સરકાર તરછોડાયેલા બાળકોના વાલી બનશે તેવું તંત્રએ જણાવ્યું છે.તાજેતર માં કર્લી પુલ પર જે રીતે નવજાત બાળકી ને ખાડી માં ફેંકી દેવાઈ હતી.ત્યારે શિશુ સ્વાગત કેન્દ્ર પર આવા બાળકો ને છોડવા થી સરકાર દ્વારા સારસંભાળ લેવામાં આવે છે.
તાજેતર માં કર્લી પુલ નજીક ખાડી માં નવજાત બાળકી ને ફેંકી દેવાની ઘટના એ સૌ પોરબંદરવાસીઓ ના માનસ પટ પર ગંભીર છાપ છોડી છે.અને સમગ્ર શહેર માં આ કમકમાટી ભરી ઘટના ના પગલે અરેરાટી વ્યાપી ગઈ છે.ત્યારે જીલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા આવા ત્યજાયેલ બાળકોના પુનઃસ્થાપન માટે જીલ્લા કક્ષાએ શીશુ સ્વાગત કેન્દ્ર એટલેકે પારણા પોઇન્ટ લેડી હોસ્પિટલ, જુના ફૂવારાની બાજુમાં પોરબંદર ખાતે કોરોના સમય દરમ્યાન શરૂ કરાયું હતું.
પોરબંદર ખાતે આ શિશુ સ્વાગત કેન્દ્રમાં ત્યજાયેલ બાળકો માટે સુરક્ષીત આસરો અને રક્ષણ મળી રહે તે હેતુથી આ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ત્યજાયેલા બાળકોને રાજય સરકારનુ આશ્રય સ્થાન મળી રહે, જ્યારે જન્મ થતા બાળકોને અસુરક્ષીત જગ્યાએ ફેકી દેવામાં આવતા હોય તેમજ આ બાળકને પશુઓ અને અન્ય પ્રકારની જોખમ ભરી સ્થિતીમાં પસાર થવુ ન પડે તે માટે અનામી પારણુ ખુલ્લુ મુકાયું છે.
જેમાં ત્યજનાર બાળકના માતાની ઓળખ ગુપ્ત રહે અને બાળકને સલામતી અને આરોગ્ય, પોષણ અને સંરક્ષણ મળી રહે તેવા હેતુથી તમામ જવાબદારી રૂપાળીબા લેડી હોસ્પીટલને આપવામાં આવેલ છે.કેન્દ્રમાં એક ઘોડિયું મુકવામાં આવ્યું છે જે ઘોડિયામાં સેન્સર રાખવામાં આવ્યું છે જેથી કોઈ ત્યજાયેલ શીશું આ કેન્દ્ર ખાતે મુકવા આવે તો તુરંત સાયરન વાગે જેથી નજીક માં રહેલ લેડી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને આ અંગે જાણ થઇ જાય અને તુરંત જ બાળકની સાર સંભાળ લઈ શકાય.
અસામાન્ય સંજોગોમાં એવા બાળકનો જન્મ થાય કે જેની સાર સંભાળ લેનાર કોઇ ન હોય ત્યારે તેવા બાળકો કે જેઓને કોઇ અવાવરૂ સ્થળ ઉપર,ઝાડીઓ,કચરાપેટીઓમાં,ખાડા ખાબોચીયામાં છોડી દેવામાં આવતા હોય છે.અને જયારે બાળક મળી આવે ત્યારે ઘણું મોડું થઇ ગયુ હોય છે.અને બાળકના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. બાળકને બચાવવા ખુબજ મુશ્કેલ બની જતા હોય છે.આવુ ન થાય અને આવા દરેક બાળકને પારણા પોઇન્ટ પર છોડવામાં આવે તો રાજય સરકાર તેના વાલી બનીને બાળકને યોગ્ય સારવાર,કાળજી,અને રક્ષણ મળે તેવા હેતુ સાથે આ શીશુ સ્વાગત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.ત્યારે જો આ શિશુ સ્વાગત કેન્દ્ર અંગે જાગૃત બની તાજેતર માં નવજાત બાળક ને જન્મ આપનાર સગીરા ના પિતા દ્વારા બાળકીનો ત્યાં ત્યાગ કરવામાં આવ્યો હોત તો કદાચ બાળકીનો જીવ પણ બચી જાત અને સગીરાના પિતાને પણ હત્યાના પાપમાંથી મુકિત મળત.
જુઓ આ વિડીયો