પોરબંદર
પોરબંદર માં ધો ૧૨ ના પેપર નબળા જતા વેપારી ના એક ના એક પુત્ર એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેના પગલે શહેરભર માં અરેરાટી વ્યાપી છે.
પોરબંદરના રાવલીયા પ્લોટમાં સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના બ્લોક નં. 201મા રહેતા અને સુતારવાડા માં ખોળકપાસ ની વેપારી પેઢી ધરાવતા રાજેશભાઇ રૂધાણીના એકના એક ૧૭ વર્ષીય પુત્ર પાર્થએ ગઈકાલે સાંજે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત થયું હતું.બનાવ અંગે તપાસનીશ અધિકારી પીએસઆઈ જે ડી દેસાઈ એ જણાવ્યું હતું કે પાર્થ ધોરણ 12 કોમર્સ માં સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.અને હાલ આ સ્કૂલમાં પરીક્ષા ચાલુ હતી અને પાર્થના પેપર નબળા ગયા હતા.જેથી ભણતરના ટેન્શનમા તેણે આવું પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે.ગઈકાલે સાંજે પાર્થના પીતા દુકાને હતા અને માતા ગામમાં ગયા હતા.અને ઘરે પાર્થ એકલો હતો તે દરમ્યાન પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, કોરોના ને લઇ ને મોટા ભાગ ની શાળાઓ માં કોર્ષ અધૂરા છે.અને શાળાઓ દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે.એક તરફ સરકાર ભાર વગર ના ભણતર ના ગાણા ગાઈ રહી છે.ત્યારે કેટલીક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પર અભ્યાસ નો વધુ પડતો ભાર આપી રહી હોવાથી પણ આવા બનાવો બની શકે તેવું જાણકારો નું માનવું છે.વેપારી ના એક ના એક પુત્ર ના આપઘાત ના પગલે માત્ર લોહાણા સમાજ જ નહી પરંતુ શહેરભર માં અરેરાટી વ્યાપી છે.