પોરબંદર
કોરોના મહામારીના કારણે પોરબંદર સહીત રાજ્યની આંગણવાડી ઓમાં બાળકો માટે ભણવાનું અંદાજે બે વર્ષથી બંદ હતુ.હાલ કોરોના મહામારીનું સંક્રમણ ઓછું થતા રાજ્ય સરકારે આંગણવાડી ખાતે બાળકોને ભણવાની અને પોષણ પુરૂ પાડવાની મંજુરી આપતા પોરબંદર જિલ્લાની ૪૮૯ આંગણવાડી કેન્દ્રો ખાતે આજે ૩ હજારથી વધુ બાળકોએ શિક્ષણ અને પોષણનો લાભ લીધો હતો.
કોરોના મહામારી દરમિયાન આંગણવાડીની બહેનો વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઇને બાળકોને પોષણકીટ વિતરણ કરતા હતા.તથા ઓનલાઇન માધ્યમથી બાળકોને શિક્ષણ અપાતુ હતુ.આમ કોરોના કાળમાં પણ ભુલકાઓને શિક્ષણ અને પોષણ પુરુ પાડવામાં આવ્યુ છે.ત્યારે હાલ કોરોના સંક્રમણ ઘટતા વાલીઓની સંમતીથી પોરબંદર જિલ્લાની આંગણવાડી ઓમાં ૩ હજારથી વધુ બાળકો હાજર રહ્યા હતા.આંગણવાડીની બહેનો દ્વારા બાળકોને સ્વાગત કરીને આવકારવામાં આવ્યા હતા.ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર વિજયભાઈ જોશી એ જણાવ્યું હતું કે જિલ્લામાં 489 આંગણવાડી આવેલી છે અને 3 થી 6 વર્ષના કુલ 12419 બાળકો નોંધાયેલ છે જેમાંથી પ્રથમ દિવસે 3318 એટલેકે 25 ટકા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.દરેક આંગણવાડી ખાતે બાળકોને કોરોના ગાઈડલાઈન્સ ના સંપૂર્ણ પાલન સાથે બેસાડવામાં આવ્યા હતા.પ્રથમ દિવસે બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
જુઓ આ વિડીયો