પોરબંદર
પોરબંદર એસટી વિભાગ માં ડ્રાઈવર,ડ્રાઈવર કંડકટર તથા વર્કશોપ માં મહત્વ ના સ્ટાફ ની ઘટ છે.જેના લીધે બસો નું સંચાલન કરવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે.જેથી અનેક વખત રૂટો રદ કરવાથી મુસાફરો પણ રઝળી પડે છે.
પોરબંદરના એસટી વિભાગમાં કંડક્ટરના 142 મહેકમ સામે 101 જગ્યા ભરાયેલ છે.અને 42 જગ્યા ખાલી છે.જ્યારે ડ્રાઇવર ની 142 જગ્યા સામે 136 ભરાયેલ છે.6 જગ્યા ખાલી છે.ટ્રાફિક ઇન્સ્પેક્ટર તેમજ આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેનડેન્ટ ની જગ્યા પણ ખાલી છે.આ ઉપરાંત વર્કશોપ વિભાગમાં 73 ની જગ્યા સામે 22 જગ્યા જ ભરેલ છે.અને 51 જગ્યા ખાલી છે.
વર્કશોપ વિભાગમાં મિકેનિક,ઈલેક્ટ્રીશ્યન,બોડી ફિટર,વેલ્ડર ની જગ્યા ઉપરાંત હેલ્પરમાં મોટાભાગની જગ્યા ખાલી છે. જેથી બસો ખોટકાય ત્યારે તેના રીપેરીંગ માં વધુ સમય લાગે છે.કન્ડક્ટર ની જગ્યા ખાલી હોવાથી તેમજ હાલ માં લગ્નગાળો હોવાથી કંડકટર સહિતનો સ્ટાફ રજા પર જતા કેટલાક રૂટ રદ કરવાનો વારો આવે છે.જેથી મુસાફરો પણ રઝળી પડતા હોય છે.આથી આ ખાલી જગ્યા પર વહેલીતકે ભરતી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.ઉપરાંત બસો ખોટકાય ત્યારે તેના જરૂરી પાર્ટ્સ અને સાધનો આવતા પણ દિવસો નીકળી જાય છે.ત્યાં સુધી બસો પડતર રહે છે.
જેથી તે અંગે પણ યોગ્ય કરવા માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો