પોરબંદર જિલ્લા શિવસેનાના સંગઠન અંગેની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રભારી જીમ્મીભાઈ અડવાણીની ઉપસ્થિતિ અને માર્ગદર્શનમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્રાા હતા.
પોરબંદરમાં હોટલ સુરજ ઈન ખાતે જિલ્લા શિવસેનાની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રભારી જીમ્મીભાઈ અડવાણી, સૌરાષ્ટ્ર સંયોજક જયપાલસિંહ જાડેજા અને રાજકોટ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ પાટોડીયા સહિતના પ્રદેશ કક્ષાના નેતાઓ ઉપસ્થિત રહ્રાા હતા. આ બેઠકમાં પોરબંદર જિલ્લાના તાલુકાઓમાં શિવસેનાને વધુમાં વધુમાં મજબુત કરવા માટે સંગઠન અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
તેમજ પોરબંદર નગરપાલિકા સામે લોકોની અનેક ફરિયાદો રહેલી છે, ત્યારે લોકોના કામ કેવી રીતે થાય ? તે અંગે જીમ્મીભાઈ અડવાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પોરબંદર જિલ્લાના તાલુકા અને શહેરોના તેમજ વિદ્યાર્થી પાંખ અને મહિલા પાંખમાં નવી નિમણુંક આપવા અંગે પણ જીમ્મીભાઈએ પોરબંદર જિલ્લા શિવસેનાના અગ્રણીઓ સાથે ખાસ ચર્ચાઓ કરી હતી.
આ તકે પોરબંદર જિલ્લા શિવસેનાના અગ્રણીઓ અશોકભાઈ થાનકી, કલ્પેશભાઈ રાતડીયા, બકુલભાઈ બારોટ, નયનભાઈ જોશી, રાજેન્દ્ર લોઢીયા, હાર્દિક જોશી, ભીમભાઈ બાપોદરા, અશ્વીનગીરી મેઘનાથી, અશ્વિનભાઈ જુંગી અને નારણભાઈ સલેટ ખાસ ઉપસ્થિત રહ્રાા હતા. આવનારા દિવસોમાં પોરબંદર જિલ્લામાં શિવસેના વધુ મજબુત રીતે સંગઠીત થવા જઈ રહી છે, જેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.