પોરબંદર
પોરબંદરની જૂની જિલ્લા કલેકટર કચેરી ખાતે અરજદારો માટે પ્રાથમિક સુવિધાઓ નો પણ અભાવ જોવા મળે છે.અહી શૌચાલયમાં તાળા મારી રાખવામાં આવે છે.તેમજ પીવાના પાણી માટે પણ યોગ્ય વ્યવસ્થા નો અભાવ હોવાથી અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે.
પોરબંદરની જૂની જિલ્લા કલેકટર કચેરી ખાતે સીટી મામલતદાર કચેરી કાર્યરત છે.એ સિવાય સહકારી મંડળી ની જીલ્લા રજીસ્ટ્રાર કચેરી,આધારકાર્ડ,ચૂંટણીકાર્ડ,મતદાર યાદી સહિતની કામગીરી પણ આ બિલ્ડીંગ માં થાય છે.જેથી આ કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યા માં અરજદારો આવે છે.પરંતુ આ કચેરી ખાતે બન્ને ટોઇલેટ બાથરૂમ માં તાળા મારી રાખવામાં આવે છે.અને અહી ટોઇલેટ બાથરૂમ હોવા અંગે કોઈ બોર્ડ પણ મુકવામાં આવ્યું નથી.
તો જ્યાં પીવાનું પાણી રાખવામાં આવે છે તે જગ્યા એ પાણી હોવા અંગે કોઈ બોર્ડ પણ મારવામાં આવ્યું નથી.અહી આવતા અરજદારો ને કામગીરી માટે કલાકો સુધી બેસવું પડે છે.ત્યારે તેઓને બાથરૂમ જવા માટે કચેરી થી બહાર ના ભાગે દુર સુધી જવું પડે છે.જેથી તેઓને મુશ્કેલી પડે છે.ખાસ કરી ને મહિલાઓ ની સ્થિતિ કફોડી બને છે.ઉપરાંત કચેરીમાં પીવાનું પાણી કયા છે.તે અંગે પણ કોઈ બોર્ડ મારવામાં આવ્યું નથી.જેથી પીવાના પાણી અને ટોઇલેટ બાથરૂમ માટે સિનિયર સિટીજનો અને બીમાર દર્દીઓ ને પણ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.આથી આ અંગે યોગ્ય કરવા માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો