પોરબંદર
પોરબંદર જીલ્લા માં બે વર્ષ બાદ આજે ગુરુવારથી તમામ ૪૮૯ આંગણવાડીઓ ધમધમવા લાગશે.તેના માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા હવે રાજય સરકારે એક મહત્વના નિર્ણયમાં આજે ગુરુવારથી પ્રી-સ્કુલ, આંગણવાડી તથા બાલમંદિરને શરુ કરવા મંજુરી આપી છે.ત્યારે પોરબંદર જીલ્લા માં પણ આંગણવાડીઓ શરુ કરવા તંત્ર એ ચક્રો ગતિમાન કર્યા છે.સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઇસીડીએસ શાખાના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર વિજયભાઈ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં 489 આંગણવાડી આવેલી છે.અને 3 થી 6 વર્ષના કુલ 12419 બાળકો છે.
આંગણવાડીઓ શરૂ થવાની જાહેરાત થતા તમામ આંગણવાડી ખાતે સફાઈ કરવામાં આવી રહી છે.ખાસ કરી ને બાળકોમાં સંક્રમણ ન થાય તે માટે સેનીટાઈઝેશન કરવામાં આવ્યું છે.અત્યાર સુધી બાળકો માટે આંગણવાડી બંધ હતી.પરંતુ અહી વર્કરો અને હેલ્પરો પોતાની ફરજ પર હાજર જ હતા.અને તેમના દ્વારા બાલશક્તિ, પૂર્ણાંશક્તિ અને માતૃશક્તિ દરમાસે લાભાર્થીઓને ધરે નિયમિત આપવામાં આવતી હતી.ત્યારે હવે બાળકો રૂબરૂ આંગણવાડી ખાતે આવી શકશે.જો કે હજુ સુધી બાળકો ને નાસ્તો આપવો કે નહી તે સહિતની કોઈ એસઓપી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.પરંતુ હાલ તો ભૂલકાઓ માટે તમામ આંગણવાડી ખાતે સાફસફાઈ કરી સજ્જ બનાવવામાં આવી રહી છે.
જુઓ આ વિડીયો