પોરબંદરના ભીમજ્યોત યુવા ગ્રુપ દ્વારા રીવરફ્રન્ટ ખાતે અનુસૂચિત જાતિ સમાજના સમૂહલગ્નોત્સવનું આયોજન થતા અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરના ભીમજ્યોત યુવા ગ્રુપ નરસંગ ટેકરી આંબેડકર નગર દ્વારા ભવ્ય સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અસ્માવતી રીવરફ્રન્ટ ખાતે યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નવયુગલોએ પોતાનું દાંપત્યજીવન શરૂ કર્યુ હતું.
આ સમૂહલગ્નમાં સાંસદ રમેશભાઇ ધડુક, રામદેભાઇ મોઢવાડીયા, પંકજભાઈ મજીઠીયા, ચનાભાઇ ઘેલાભાઇ શીંગરખીચા, રાજભા જેઠવા, અરૂણાબેન મારૂ, દીપકભાઇ શીંગરખીચા(એન.આર.આઇ.), રાજુભાઇ શીંગરખીયા, કે.કે. વણજારા , એમ.જી. શીંગખરીયા, એ.કે. અલા,ડો. ડાભી, કાનજીભાઈ બથવાર, રાજુભાઈ યાદવ, પરેશભાઇ શીંગરખીયા, લાભુબેન મકવાણા, દિનેશભાઈ ચુડાસમા, રાજસીભાઇ સાદિયા, દાનાભાઇ પરમાર, પુંજાભાઇ પાંડાવદરા, સાજણભાઇ મકવાણા વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. જયેશભાઇ પાંડાવદરા, જયેશભાઈ પરમાર, શનિભાઇ સાદિયા, ચેતનભાઇ ચાવડા, રાજુભાઇ શીંગરખીયા, અરૂણાબેન મારૂ તથા મુસ્કાનબેન પાંડાવદરા ટીમની જહેમતથી સમૂહલગ્નને ભવ્ય સફળતા મળી, સતત બે મહિનાની જહેમત પછી આ સમૂહલગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયેલ હતો.
સમૂહલગ્નના આયોજકો તથા દાતાઓના સહયોગથી તમામ દીકરીઓને પેટી પલંગ, કબાટ, ફ્રીજ, ટી.વી., ચાંદીના પાયલ,સોનાનો દાણો, ચાંદીની મૂર્તિ, મીક્ચર, ૧૫ જેટલી કાંસાની થાળી, રસોડાનો તમામ સામાન, ૧૦ જોડી ડ્રેસ, સાડી, કટલેરી સહિત ૨૦૦થી પણ વધુ અઢળક વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલી હતી.
કરિયાવરની સાથેસાથે તમામ નવયુગલોને સંવિધાનના પુસ્તકની ભેટ પણ આપવામાં આવી હતી. તથા સંવિધાનના રક્ષણના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. તથા ડી.જે.ના તાલે દાંડિયાની રમટ બોલાવવામાં આવેલ. પધારેલ તમામ મહાનુભાવોએ નવયુગલોને આવનાર ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.








