પોરબંદર
રશિયા યુક્રેઇન વચ્ચે લડાઈ ની ભીતિ વચ્ચે સોનાના ભાવો માં સતત વધારો થઇ રહ્યો છે.જેના કારણે પોરબંદર ની સોની બજાર સુમસામ નજરે ચડી રહી છે.
યુક્રેન-રશિયા તણાવને કારણે વૈશ્વિક બજારો દબાણ હેઠળ છે.ક્રૂડ ઓઈલ માર્કેટમાં તેજી વચ્ચે બુલિયન માર્કેટમાં પણ સતત તેજી જોવા મળી રહી છે.જેની અસર પોરબંદર ની સોની બજાર માં પણ પડી છે.સોની વેપારી મહામંડળ ના પ્રમુખ જયંતભાઈ નાંઢા એ જણાવ્યું હતું કે હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે.આમ છતાં સોનિબજારમાં મંદી વ્યાપી ગઈ છે. છેલ્લા 6 દિવસ થી સોના અને ચાંદી ના ભાવો માં સતત વધારો થઇ રહ્યો છે.તેના કારણે પુષ્કળ લગ્નો હોવા છતાં સોનીબજાર સુમસામ જોવા મળે છે.
6 દિવસ પહેલા સોનાના દાગીનાનો તોલાનો ભાવ 46 હજાર હતો જે હાલ 50,100 એ પહોંચ્યો છે તો સોનાના બિસ્કિટનો ભાવ 49 હજાર હતો.તે હાલ 52 હજારે પહોંચ્યો છે.ચાંદીમાં પણ કિલોના 63 હજાર હતા જે હાલ 66,500 એ પહોંચ્યો છે.યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહીને કારણે પ્રતિબંધો લાદવામાં આવી શકે તેવા ભયથી રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે બુલિયન તરફ વળ્યા છે.જેના કારણે ભાવો વધી રહ્યા છે.વળી યુદ્ધ ની સ્થિતિ વધી રહી હોવાથી સ્ટૉક માર્કેટ સતત ઘટી રહ્યાં હોવાથી ઇન્વેસ્ટર્સ સોના તરફ શિફ્ટ થઈ રહ્યા છે.
અશોકભાઈ સોની એ જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેની સ્થિતિ જ્યાં સુધી ઠંડી નહીં પડે ત્યાં સુધી સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહેશે.અને આગામી સમય માં તોલા ના ૬૦,૦૦ થી વધુ ભાવ જોવા મળે તો પણ નવાઈ નહી તેવું પણ તેઓએ જણાવ્યું હતું.
જુઓ આ વિડીયો