પોરબંદર
પોરબંદર માં ગઈકાલે ખારવા સમાજ ના યુવાને આપઘાત કરી લીધો હતો.તે મામલે બનાવ અંગે તટસ્થ તપાસ ની ખારવા ચિંતન સમિતિ દ્વારા રજૂઆત કરાઈ છે.
પોરબંદર ખારવા ચિંતન સમિતિના કાર્યકરોએ એસપી તથા કલેકટર ને આવેદન પાઠવી જણાવ્યું હતુંકે,મત્સ્યોદ્યોગના ધંધાની અતિ ગંભીર હાલત કોરોનાના સમયમાં થઇ હતી.છેલ્લા ૩ વર્ષથી આ ધંધો મૃત હાલતમાં છે,તેમાં પણ માચ્છીમારોની બોટો પાકીસ્તાની મરીન સિકયુરીટી ધ્વારા પકડાતી હોય છે.અને આ આર્થિક સંક્રમણને કારણે ખારવા સમાજના માછીમારો આત્મહત્યા કરે છે.ગઈકાલે પહેલા હર્ષદ મોતીવરસ નામના ખારવા સમાજ ના યુવાને આત્મહત્યા કરી છે. કોર્ટ કેસ ચાલતો હોવા છતાં ગેરકાયદેસર પઠાણી ઉઘરાણી વ્યાજખોરો કરે છે.વ્યાજખોરો માછીમારી કરતા લોકોની મજબુરીનો લાભ લઈ વ્યાજે આર્થિક મદદ કરતા હોય છે.વ્યાજખોરો માછીમાર ભાઈઓના કિંમતી મકાનોના સાટા દસ્તાવેજ અથવા રજી. દસ્તાવેજ કરાવી લેતા હોય તેમજ કોરા ચેકમાં સહીઓ કરાવી વ્યાજે પૈસાનું ધીરાણ કરતા હોય,તેવા વ્યાજખોરો પોરબંદરમાં બિલાડીના ટોપની જેમ ઉમટી પડયા છે.
અને આ ધિરાણ સામે વ્યાજખોરોએ ભાડુઆતી ગુંડા તત્વોને અમારા સમાજના લોકોના ઘરે મોકલી અભદ્ર વર્તન અને ગાળો કાઢી સમાજના બૈરાઓને હેરાન પરેશાન કરે છે.અને જયારે કોઈ રસ્તો આ ગરીબ માછીમાર પાસે રહેતો નથી. ત્યારે તે આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે.હાલ છેલ્લા પોલીસના આંકડા મુજબ ખારવા સમાજના ૨૫ થી વધુ લોકોએ આત્મહત્યા આર્થિક સંકટના કારણે કરેલ છે.સરકારી આર્થિક સહાય મળતી નથી.જેના કારણે માછીમાર ભાઈઓ આત્મહત્યા જેવું ગંભીર પગલુ ભરે છે.જેથી વ્યાજખોરો ના ત્રાસને દૂર કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
વધુ માં એવું પણ જણાવ્યું છે કે, શહેરમાં સફેદ્પોશ વ્યાજખોરો કે જેઓ ભાડુતી ગુંડાઓ રાખી ગરીબ લોકો કે જેઓ આર્થિક સંકટમાં હોય તેનો લાભ લઈ નાણા નું ધીરાણ કરતા હોય અને પછી તેઓની મિલ્કત હડપ કરી જતાં હોય,કોરા ચેકમાં સહીના આધારે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ કોર્ટમાં ગુનો દાખલ કરાવી,તેમજ મકાનનો કબજો લઈ લેવાની ધમકીઓ આપી આત્મહત્યા માટે મજબુર કરતા હોય,જેથી પ્રશાસન પાસે માંગણી છે કે,પોલીસ આ બાબતે વ્યાજખોરોની તપાસ કરે અને આવા બનાવ ન બને તે માટે યોગ્ય કાનુની રાહે કડક પગલા આવા વ્યાજખોરો અને વ્યાજખોરોએ રાખેલા ભાડુતી અસામાજિક તત્વોને પકડી ગુનો દાખલ કરે.તેમજ અનેક ગુનામાં સંડોવાયેલા તત્વો સામે ”પાસા”નું હથીયાર ઉગામી જેલ હવાલે કરવા જોઈએ જેથી આત્મહત્યાના બનાવો બનતા અટકે તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.
જુઓ આ વિડીયો