પોરબંદર
પોરબંદરના ભાટીયા બજાર વિસ્તારમાં કેશવ સ્કૂલની સામે સસ્તા અનાજની દુકાનમાં અનાજ ઓછું અપાતું હોવાની ફરિયાદો ઉઠી હતી.જેના કારણે અહીં સ્થાનિકો એ હોબાળો મચાવી ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી.જેથી પુરવઠા અધિકારી એ પણ આ અંગે તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના ભાટીયા બજાર વિસ્તારમાં કેશવ સ્કૂલની સામે અશોક વીરજી મોનાણી ની માલિકી ની સસ્તા અનાજની દુકાન આવેલી છે.અહી દુકાનદાર ગ્રાહકોને ઓછું અનાજ આપતો હોવાની ફરિયાદો ઉઠી હતી.જેના કારણે આજે આ દુકાન પર સ્થાનિકો એ હોબાળો મચાવ્યો હતો.અને એવા આક્ષોપો કર્યા હતા કે દુકાન સંચાલક અશોક મોનાણી દ્વારા કાર્ડ ધારકો ને પુરતું અનાજ નું વિતરણ કરવામાં આવતું નથી.દરેક ગ્રાહક ને એક થી બે કિલો અનાજ ઓછુ આપવામાં આવે છે.ઉપરાંત છેલ્લા ઘણા સમય થી કાર્ડ ધારકો ને તેના ખરીદેલા અનાજ નું બીલ પણ આપવામાં આવતું નથી.જયારે દુકાનદાર ને બીલ અંગે પૂછવામાં આવે છે.ત્યારે મશીન બંધ હોવાનું બહાનું કાઢે છે.અને ગ્રાહકો પાસેથી ફિન્ગરના અલગથી પાંચ રૂપીયાના ઉઘરાણા પણ કરે છે.
અને આવું ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. એટલું જ નહીં,પરંતુ કેટલાક ગ્રાહકોને તો બિલકુલ અનાજ આપવામાં આવતું જ નથી.આ મામલે સંચાલકે એવું જણાવ્યું હતું કે અનાજની બોરીઓ જે ઉપરથી આવે છે,તેમાં જ એક થી બે કિલો અનાજ ઓછું આવે છે.ઉપરાંત છુટક વિતરણ ના કારણે ઘટ આવે છે.જેથી ગ્રાહકોને ઓછું અનાજ આપવામાં આવે છે. તેમજ પ્રિન્ટર બંધ હોવાને કારણે બીલ આપવામાં આવતું ન હતું.
હોબાળા ની જાણ થતા પુરવઠા અધિકારી હિરલ દેસાઈ એ તુરંત પુરવઠા વિભાગ ના નાયબ મામલતદાર તથા સપ્લાય ઇન્સ્પેકટર ને સ્થળ પર મોકલ્યા હતા અને ગ્રાહકો તથા દુકાનદાર ના નિવેદન લઇ અને પંચ રોજકામ પણ કર્યું હતું. તથા દુકાન પણ ચેક કરી હતી.તેના રીપોર્ટ ના આધારે આગળ ની કાર્યવાહી હાથ ધરાશે.તેવું પુરવઠા અધિકારી એ જણાવ્યું હતું.
જુઓ આ વિડીયો