પોરબંદર
પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીની પાઇપ લાઈન ફીટ કરવાની કામગીરી શરુ થઇ છે.જેમાં મસમોટી પાઈપલાઈન માત્ર બે નટબોલના સહારે જ હોવાથી અકસ્માત ની ભીતિ સેવાઈ રહી હોવાનું જણાવી સામાજિક કાર્યકરે યોગ્ય રીતે કામગીરી કરવા માંગ કરી છે.
પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ફાયર સેફટી માટે પાઇપલાઇન ફીટ કરવાની કામગીરી શરુ કરાઈ છે.જે અંગે સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ તંત્ર ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે.કે પાઈપલાઈન ફીટ કરવા માટે દીવાલો પર બે બે બોલ ફિટ કરી એન્ગલો લગાવડવામાં આવી રહ્યા છે.અને તેના પર ભારે વજનવાળી પાઇપલાઇન ફિટ થઈ રહી છે.એન્ગલ પર માત્ર બે જ બોલ ના આધારે વજનવાળી પાઇપલાઇન ગમે ત્યારે તૂટી પડે તેવી શકયતા છે.જેથી અકસ્માત ની ભીતિ સેવાઈ રહી છે.સિવિલ હોસ્પિટલની ઈમારત જૂની છે.અને પથ્થરોમાં બે બોલ પર વજનદાર પાઇપ ફિટ બેસે નહિ.જેથી જો પાઇપલાઇન તૂટી પડે તો દર્દીઓ સહિતના લોકો પર જોખમ થશે.જેથી સેફટી જળવાઈ રહે તે રીતે કામગીરી કરવામાં માંગ કરી છે.
જુઓ આ વિડીયો