Friday, June 20, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં બાંધકામની પરવાનગી માં ચીફ ઓફિસરે પોતાની સહી હોય તે જ અધિકૃત ગણવા જણાવતા ટીપી કમિટી એ આપેલ પરવાનગીઓ સામે સવાલો

પોરબંદર માં બાંધકામ પરવાનગી માં ચીફ ઓફિસર ની સહી હોય તે જ પરવાનગી અધિકૃત ગણવા ચીફ ઓફિસર દ્વારા લીડ બેંક ના અધિકારી,પીજીવીસીએલ તથા સબ રજીસ્ટ્રાર ને લેખિત પત્ર અપાયો છે. જેના પગલે ટીપી કમિટી દ્વારા બહુમતી ના જોરે અપાયેલા બાંધકામો પર સવાલો ઉઠ્યા છે.

પોરબંદર પાલિકા ના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ લીડ બેંક ના અધિકારી,પીજીવીસીએલ તથા સબ રજીસ્ટ્રાર ને પત્ર લખી જણાવ્યું છે કે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ થી પોરબંદર છાંયા નગરપાલિકા વિસ્તારમાં વિકાસ પરવાનગી આપવાની સત્તા પોરબંદર છાંયા વિસ્તાર વિકાસ સત્તામંડળને પ્રાપ્ત થયેલ છે. તેથી નગર પાલિકા વિસ્તારમાં ઓફલાઈન તથા ઓનલાઈન રજુ થતી બાંધકામ પરવાનગીઓ આયોજન સમિતીમાં રજૂ કરી, મંજૂરીના-મંજૂરીના નિર્ણય થયા બાદ સર્વાનુમતે મંજૂર થયેલ નકશાઓ માં તથા ફોર્મ-ડી/રજા ચિઠીમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ થી પ્રાપ્ત થયેલ સત્તાની રૂ એ ચીફ ઓફીસર દ્વારા જ સહી સીકકા કરી પરવાનગી આપવામાં આવે છે.

તથા બાંધકામ પુર્ણ થયા બાદ નગરપાલિકા સતા મંડળ પાસેથી બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ મેળવ્યા બાદ જ બિલ્ડીંગ નો ઉપયોગ કરવાનો રહે છે. જે બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ માં પણ ચીફ ઓફીસર દવારા જ સહી સિક્કા કરી પરવાનગી આપવામાં આવે છે. આથી લોન મેળવવા માટે, દસ્તાવેજ રજિસ્ટર કરાવવા માટે, લાઈટ કનેક્શન વગેરે સેવાઓ મેળવવા માટે અરજદાર દ્વારા જે તે સલગ્ન કચેરીમાં અરજી કરતી વખતે સાથે વિકાસ/બાંધકામ પરવાનગી તથા બિયુ પરવાનગી રજુ કરવામાં આવે છે. જેવી, હવે પછીથી જે તે કચેરીને સલગ્ન સેવાઓ જેમકે લોન, દસ્તાવેજ રજીસ્ટર કરાવવા, લાઈટ નેક્શન વગેરે પ્રથમ વખત મેળવવા માટે અરજદારો દ્વારા અરજી રજૂ કરે તે વખતથી જ જે તે કચેરીઓમાં રજુ થતી બાંધકામ પરવાનગી તથા બિ.યુ. પરવાનગી માં ચીફ ઓફીસર દવારા સહી સિક્કા કરી પરવાનગી આપવામાં આવી હોય તે જ પરવાનગી અધિકૃત ગણી નિયમોનુસર કાર્યવાહી કરવા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બેંક,પીજીવીસીએલ કે સબ રજીસ્ટ્રાર પાલિકા ની ટીપી કમિટી દ્વારા બહુમતી ના જોરે અપાયેલ પરવાનગી ના આધારે જ લોન,વીજ કનેક્શન આપતા હતા અને દસ્તાવેજ પણ તેના આધારે જ થતા હતા પરંતુ હવે ચીફ ઓફિસર ના પત્ર બાદ ટીપી કમિટી દ્વારા બહુમતી ના જોરે અપાયેલ બાંધકામ પરવાનગીઓ અને બીયુ પરમીશન પર પણ સવાલો ઉઠ્યા છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે