પોરબંદરના જાણીતા ફોટોગ્રાફરની પુણ્યતિથિએ ડીજીટલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
કલા નગરી પોરબંદરમાં કલા અને કલાકારો માટે કામ કરતી સંસ્થા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા શહેરમાં ચિત્રકલાને લગતા વિવિધ કાર્યક્રમો તથા પ્રદર્શન યોજવામાં આવે છે. પોરબંદરના દિગ્ગજ ફોટોગ્રાફર સ્વ. નરેન્દ્ર મોઢાના પ્રથમ નિર્વાણ દિને પોરબંદર શહેરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓમાં ફોટોગ્રાફીની અભિરૂચિ વધે તથા કલા પ્રત્યેનો અભિગમ રહે તેવા ઉમદા હેતુથી‘ગ્લિમ્સ” ડિજિટલ ફોટોગ્રાફી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે.
આ કોમ્પિટિશનમાં સ્પર્ધકોએ પોરબંદર હેરિટેજ, પોરબંદર સ્ટ્રીટ લાઇફ ફોટોગ્રાફી, નેચર લાઇફ ઓફ પોરબંદર વગેરે વિષયો પર ફોટોગ્રાફી કરવાની રહેશે. ઉપરોક્ત ત્રણ વિષય માંથી કોઈ પણ એક ફોટો પાડી સંસ્થાને ઈમેલ કરવાનો રહેશે સ્પર્ધકની જરૂરી વિગત મોકલવાની રહેશે જેમાં ફોટોગ્રાફી ટાઈટલ, સ્પર્ધકનું નામ, સ્પર્ધકની કોલેજનું નામ, અભ્યાસ કરતા વર્ષ, મોબાઈલ નંબર કૃતિ મોકલવાની છેલ્લી તારીખઃ ૨૮/૨/૨૦૨૩ નકકી થઇ છે.
સ્પર્ધાનું પરિણામ તારીખ ૫.૦૩.૨૦૨૩ ના રોજ સાંજે ૬ વાગ્યે મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે જાહેર કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે તથા શ્રેષ્ઠ ૧૦ કૃતિઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.પસંદ થયેલ ૧૦ કૃતિઓ આગામી ૫/૦૩/૨૦૨૩નાં ફોટોગ્રાફી પ્રદર્શનમાં મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શિત કરવામાં આવશે. વધુ વિગત માટે સંપર્ક નંબરઃ ૯૯૦૯૩૧૪૦૬૨ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે. આ સ્પર્ધા માટે સંકલન સમિતિના રાહુલ ગોસ્વામી, સમીર ઓડેદરા, ભાવિક જોશી, ધારા જોશી વગેરે પોરબંદર ઈનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બલરાજ પાડલીયા આ પ્રોજેકટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.