Monday, November 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે મહેર જ્ઞાતિના ૨૨માં સમૂહલગ્નોત્સવમાં ૧૮ નવદંપતીએ પ્રભુતા માં પગલા પાડ્યા

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત મહેર જ્ઞાતિના ૨૨માં સમૂહલગ્નોત્સવ તા.૦૭/૦૨/૨૦૨૩ના રોજ શ્રી મહેર વિદ્યાર્થી ભવન પોરબંદર ખાતે સંપન્ન થયા આ સમૂહલગ્નોત્સવમાં મહેર જ્ઞાતિના કુલ ૧૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડો ખુશી જીવનની શુભ શરૂઆત કરેલ

આ રરમાં સમુહલગ્નોત્સવમાં દાતાશ્રી જામનગરના રહેવાસી શ્રી જેસાભાઈ મેરામણભાઈકેશવાલા તથા તેમના પરિવાર દ્ધારા તેમના પૂજ્યપિતા મેરામણભાઈ વિરમભાઇ કેશવાલાની પુણ્યતિથિ નિમિતે તેમજ માતૃશ્રી ભીનીબેન મેરામણભાઈ કેશવાલાના સ્મરણાર્થે લગ્નના સમગ્ર ખર્ચનું અનુદાન આપવામાં આવેલ છે.

લગ્નની શુભ શરૂઆતમાં ગણેશ સ્થાપનામાં જેસાભાઈ મેરામણભાઈ કેશવાલા તથા નીતાબેન કેશવાલા, કેનીથભાઈ કેશવાલા, શ્રીમતિ આરતીબેન કેનીથભાઈ કેશવાલા, હર્ષિતભાઈ કેશવાલા, શ્રીમતિ આરતીબેન કેશવાલા, તથા ચિ. કબીર અને આર્યા સહીત કેશવાલા પરિવાર ગણેશ પૂજન કરી શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ મહેર જ્ઞાતિના સર્વાગીક વિકાસના પ્રણેતા પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમા સમક્ષ સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા તેમજ જ્ઞાતિના દાતાઓ તથા આગેવાનો તેમજ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ દેવીબેન ભૂતિયા સહિતના સભ્યોએ દીપ પ્રગટાવી શુભલગ્નોત્સવની શરૂઆત કરવામાં આવેલ હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૮ નવદંપતીના લગ્ન આપણી વૈદિક શાસ્ત્રોક વિધિથી શ્રી સાંદીપની વિદ્યાનીકેતનના ગુરુજી તેમજ ઋષિ કુમારો દ્વારા કરવામાં આવી હતી. આ તકે સંથાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ આ સમૂહલગ્નના દાતા જેસાભાઈ કેશવાલા તેમજ તેમના પરિવારનો શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સેલ તેમજ મહેર સમાજ વતી આભાર વ્યક્ત કાર્યો હતો જેસાભાઈ કેશવાલાના સમગ્ર પરિવારનું શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સેલ દ્વારા પુષ્પગુચ્છ તેમજ શાલ અર્પણ કરી સન્‍માન કર્યું હતું.

તેમજ પ્રમુખ સ્થાનેથી પોતાના વક્તવ્યમાં જણાવેલ કે આપણા સમાજમાં લગ્ન સંસ્થા ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે લગ્ન સંસ્કાર સમાજનો એક શ્રેષ્ઠ ભાગ છે અને સમગ્ર પરિવારને સમાજ સાથે જોડી રાખે છે. તેમજ ધર્મ પણ લોકોના જીવનમાં સારા વિચારોનું સિંચન કરે છે અને એક આદર્શ સમાજની રચના કરે છે આગામી
સમયમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સેલ દ્વારા પોરબંદર ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની અમૃત વાણીમાં ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવા જઈ રહ્યા છે આ સાપ્તાહિક કાર્યક્રમમાં પોરબંદર વાસી તેમજ દેશ-વિદેશમાં વસતા દરેક જ્ઞાતિ અને સમાજના લોકોને જોડાવા આહવાન કરવામાં આવેલ.

સાથો સાથ તેઓએ જણાવેલ કે સમાજના સર્વાગી વિકાસમાં ધર્મ અને સામાજિક કાર્યનું મહત્વ છે. તેવીજ રીતે શિક્ષણનું પણ ખુબજ મહત્વ રહેલું છે. ત્યારે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સેલ દ્વારા છેલ્લા વીસ વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ સુધારણા હેઠળ પ્રાથમિક શાળાઓને માર્ગદર્શન પૂરુ પાડી રહ્યું છે. તેમજ હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પોરબંદર ખાતે સંકુલ નિર્માણ પામે તેવા પ્રયાસોથી સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો દરેક જ્ઞાતિ માટે ચલાવવામાં આવે છે. તેમજ મહેર જ્ઞાતિના તેજસ્વી અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે તેવીજ રીતે ગ્રામ્ય કક્ષાની સરકારી શાળામાં શિક્ષકની ઘટને પહોચી વળવા સ્થાનિક એસ.એમ.સી. સાથે રહીને સંસ્થા દ્વારા લોક ભાગીદારીથી સ્થાનિક શિક્ષકોની ભરતી કરી ૩૦% જેટલાખર્ચમાં મદદ રૂપ થઇ રહી છે.

છેવટે ગત સમૂહલગ્નનો હિસાબ રજુ કાર્યો હતો. આમ મહેર જ્ઞાતિ અને વિસ્તારના સર્વાગી વિકાસ માટે કરવામાં આવતા દરેક કાર્યને સમાજ, સંસ્થા તથા મહેર જ્ઞાતિનો
સાથ સહકાર મળી રહ્યો છે. તે બદલ સૌનો આભાર વ્યક્ત કરી ધન્યવાદ પાઠવ્યા હતા. તેમજ તેમની આ કામગીરી માં પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. તે બદલ પણ પરિવારના દરેક સભ્યોનો આભાર માન્યો હતો તથા આજના આ સમૂહ લગ્નમાં જોડાયેલ નવદંપતીને સુખી જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

આ સમૂહલગ્ન દરમ્યાન સંસ્થા દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના મુખ્ય દાતાશ્રીઓ ભીમાભાઇ મોઢવાડિયા (યુ.એસ.એ.),મસરીજીભાઈ ઓડેદરા (ફટાણા), વિમલજીભાઈ ઓડેદરા (ફટાણા,યુ.કે),નાગેસભાઈ ઓડેદરા (રાજકોટ)નું સંસ્થા વતી પુષ્પગુચ્છ તેમજ શાલ વડે સ્વાગત તથા સન્‍માન કરવામાં આવેલ હતું. તેમજ અન્ય મુખ્ય દાતા રણમલભાઈ કેશવાલા (આફ્રિકા), કિશોરભાઈ ગોઢાણીયા (અમદાવાદ)નો પણ આભાર વ્યક્ત કાર્યો હતો. સાથો સાથ આ સમૂહ લગ્નમાં પણ પોતાનું બહુમુલ્ય અનુદાન આપનાર દાતા જામનગર મહેર સમાજ, જુનાગઢ મહેર સમાજ, મહેર કન્યા છાત્રાલય તથા કન્યા શાળા, ભવનાથ મહેર સમાજ, નાગેસભાઈ ઓડેદરા પરિવાર, મહેર સમાજ ઝુંડાળા, તેમજ સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા તથા ભીમભાઈ મોઢવાડિયાનું પણ સંસ્થા દ્વારા અભિવાદન સાથે સન્‍માન કરવામાં આવેલ હતું.

તેમજ વિદેશથી પધારેલ ડો.અરજનભાઈ કેશવાલા (કેનેડા), અરજનભાઈ કાનાભાઈ મોઢવાડિયા (અમેરિકા), સુભાષભાઈ કારાવદરા (યુ.કે) પરબતભાઈ મોઢવાડિયા (યુ.કે), નાગાભાઈ ઓડેદરા (યુ.કે), કરશનજીભાઈ ઓડેદરા (યુ.કે), દિલીપભાઈ કેશવાલા (યુ.એસ.એ), મુળુભાઈ કુછડીયા (દુબઈ), માલદેભાઈ મોઢવાડિયા, પરબતભાઈ
કુછડીયા, નાગાભાઈ ઓડેદરા, અરભમભાઈ કેશવાલા તથા જામનગરથી પધારેલ વસ્તાભાઈ કેશવાલા સહિતના આમંત્રિતોનું સ્વાગત સંસ્થા દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ આ સામાજિક પ્રસંગમાં પધારેલ અતિથી વિશેષ તેમજ દાતાઓનું પણ સ્વાગત કરવામાં આવેલ હતું.

આ તકે સંસ્થા તરફથી નવદંપતીઓને કબાટ, પલંગ, ગાદલું, ઓશિકાનો સેટ, ખુરશી-૨ નંગ, રસોડાના વાસણો, ટીપોઈ, બેગ,મીતાબેન સુરેશભાઈ તરફથી સાડી તેમજ જેસાભાઈ મેરામણભાઈ કેશવાલા પરિવાર દ્વારા દરેક દંપતીને મીક્ષર, સોનાની બુટી, ઘડિયાળ (જેન્ટસ), ચાંદીની ગાય, તુલસીનો ક્યારો, આપવામાં આવેલ હતો.

આ સમૂહલગ્નમાં સંસ્થાના પ્રમુખ વેમલજીભાઈ ઓડેદરા ઉપપ્રમુખઓ સાજણભાઈ ઓડેદરા, લાખાભાઈ કેશવાલા, આલાભાઇ ઓડેદરા, નવઘણભાઈ બી. મોઢવાડિયા, અરજનભાઈ બાપોદરા, નવઘણભાઈ એલ. મોઢવાડિયા તેમજ ડો. વિરમભાઇ ગોઢાણીયા સ્થાપક પ્રમુખ, પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા, પરમાત્માનંદગીરીજી, હરભમભાઈ ભારાભાઈ કેશવાલા પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા, કાંધલભાઈ જાડેજા-કુતિયાણા-રાણાવાવ ધારાસભ્ય, કિરીટભાઈ મોઢવાડિયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઇ કારાવદરા, આવડાભાઈ ઓડેદરા, ભુરાભાઈ કેશવાલા, રામદેવભાઈ મોઢવાડિયા, સામતભાઈ ઓડેદરા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા, બરડા વિકાસ સમિતીના લાખણશીભાઈ ગોરાણીયા, કેનેડાથી ડો.અરજનભાઈ કેશવાલા,યુકેથી અજયભાઈ મોઢવાડિયા, સુભાષભાઈ કારાવદરા, કરશનજીભાઈ ઓડેદરા, કેશુભાઈ ઓડેદરા, પરાડવાથી દેવાભાઈ પરમાર, જેતાભાઇ ખુંટી,રાણાભાઇ સીડા,કેશુભાઈ ગરેજા, દુલાભાઈ ઓડેદરા, મનીષભાઈ બાપોદરા, વિરમભાઇ ઓડેદરા, ખીમાભાઈ બાપોદરા, ભુરાભાઈપરમાર, કરશનભાઈ ચૌહાણ, રામદેભાઈ ગોઢાણીયા, રાણાવાવ મહેર સમાજના પ્રમુખ શ્રી જગુભાઈ બોખીરીયા તથા કાર્યકર્તાઓ, કુતિયાણાના મહેર સમાજથી માલદેભાઈ દાસા, વિજયભાઈ સુંડાવદરા, ધર્મેશભાઈ પરમાર

જામનગર થી લીલુબેન મોઢવાડિયા તેમજ અમદાવાદ-ગાંધીનગર સીટી કાઉન્સિલના પ્રમુખ અર્જુનભાઈ કડેગીયા, વડોદરા સીટી કાઉન્સિલના પ્રમુખ પોપટભાઈ સુત્રેજા, રાજકોટ સીટી કાઉન્સિલના પ્રમુખ નાગેસભાઈ ઓડેદરા તથા જુનાગઢ સીટી કાઉન્સિલના પ્રમુખ રાજુભાઈ રાતિયા તેમજ મહેર શક્તિ સેના પ્રમુખ કરસનભાઈ ઓડેદરા, મુખ્ય પ્રવક્તા રાણાભાઇ ઓડેદરા સહિતના કાર્યકર્તા તેમજ મહેર મહિલા મંડળના બહેનો સહીત ના આમંત્રીત મહેમાનો , દાતાશ્રીઓ તેમજ જ્ઞાતિજનો હાજર રહ્યા હતા. ટ્રસ્ટી મંડળમાંથી અરજનભાઈ ખીસ્તરીયા, જયેન્દ્રભાઈ ખુંટી,વિરમભાઇ ટીંબા, ભીમભાઈ ઓડેદરા, સમૂહલગ્નના મુખ્ય કન્વીનર ખીમાભાઈ રાણાવાયા તથા દેવાભાઈ ભુતીયાના માર્ગદર્શન હેઠળ મંડપ કામગીરી ભોજાભાઈ આગઠ, નિમંત્રણ વિભાગ અરજનભાઈ ખીસ્તરીયા, કરિયાવર વિભાગ સાજણભાઈ ઓડેદરા તથા રામભાઈ ઓડેદરા, રસોડા વિભાગ પ્રવીણભાઈ બોખીરીયા, ભુરાભાઈ કારાવદરા

મહેમાનોનું સ્વાગત જયેન્દ્રભાઈ ખુંટી, મહેમાન વિભાગમાં ચા પાણી પરબતભાઈ કેશવાલા, એનાઉન્સમેન્ટમાં પોપટભાઈ ખુંટી, દેવાભાઈ ભૂતિયા,મંડપ વ્યવસ્થા બાબુભાઈ કારાવદરા, લગ્નગીત દેવીબેન ભૂતિયા, જયાબેન કારાવદરા, મહેર મહિલા વિકાસ મંડળના બહેનો, કરિયાવર સોપણી પૃથ્વીપાલભાઈ વિસાણા, તેમજ સંસ્થાના
સભ્યો હમીરભાઈ ખીસ્તારીયા, પુંજાભાઈ ઓડેદરા, રામભાઈ ઓડેદરા (હોસ્ટેલ), રામભાઈ કેશવાલા, જે.પી.મોઢવાડિયા, રણમલભાઈ ઓડેદરા, કાનાભાઈ ઓડેદરા,
તેમજ હામદપરાથી મહાદેવ યુવક મંડળ, અડવાણા, સોઢાણા તેમજ ખીરસરા યુવક મંડળ સાથે મહેર વિદ્યાર્થી ભવન પોરબંદરના વિદ્યાર્થીઓ સાથે ઓફીસ કક્ષાએથી મેહુલભાઈ થાનકી, ભરતભાઈ ઓડેદરા, હિતેશભાઈ તરખાલા તથા પારસભાઈ ખુંટીએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે