પોરબંદર ના કાટેલા ગામે દારૂ ની એક કાર માંથી બીજી કાર માં હેરાફેરી થઇ રહી હતી. ત્યારે પોલીસે દરોડો પાડતા આરોપીઓ કાર માં નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પર થી 7 પેટી દારૂ સાથે એક કાર કબ્જે કરી હતી.
પોરબંદર ના મિયાણી મરીન પોલીસ મથક ના ઇન્ચાર્જ પી એસ આઈ એ બી દેસાઈ તથા સ્ટાફ ગત રાત્રે પેટ્રોલિંગ માં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે કાટેલા ગામના બસ સ્ટેન્ડ પાસે બે કાર માં દારૂ ની હેરાફેરી થઇ રહી છે. આથી પોલીસે ત્યાં દરોડો પાડતા કાર નં જીજે 2 બીએચ ૩૬૯૭ અને કાર નં જીજે 3 ડીએન ૨૧૨૧ ની ડેકી માંથી દારૂ ની હેરાફેરી થતી હતી. પોલીસ ને જોઈ ને હેરાફેરી કરી રહેલા બે શખ્સો ૩૬૯૭ નંબર ની કાર માં બેસી ને ત્યાંથી કુછડી ટોલનાકા તરફ નાસી ગયા હતા. જયારે અન્ય કાર ની પોલીસે તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાંડ ની રૂ ૩૧૫૦૦ ની કીમત ની ૮૪ બોટલ દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ અને કાર મળી ૧,૩૧,૫૦૦ નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.