ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સ્થાન અનેરૂ રહ્યું છે. હિંસાથી પિડીત મહિલાઓના સંરક્ષણના ભાગ રૂપે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા “SAKHI” One Stop Centre-OSC યોજના અમલમાં મુકવામાં આવી છે. સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા મહિલાઓને કાઉન્સેલીંગ, રહેઠાણ, પોલીસ સહાય, કાયદાકીય માર્ગદર્શન, તબીબી સહાય જેવી અનેકવિધ સુવિધાઓ ચોવીસ કલાક વિના મૂલ્યે એક જ સ્થળેથી મળી રહે છે.
જિલ્લા કક્ષાએ જિલ્લા મહિલા અને બાળ અધિકરીની કચેરી અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. જેમાં પોરબંદર જિલ્લામાં ફેબ્રુઆરી ૨૦૧૯થી વર્ષ ૨૦૨૨ સુધીમાં કુલ ૬૨૩ મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી ૩૬૯ પીડિત મહિલાઓને સેન્ટર પર આશ્રય આપવામાં આવ્યો છે. જેમાં ૪૩૨ જેટલી ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ છે. માત્ર એટલું જ નહિ જે સેન્ટર દ્રારા કાઉન્સેલિંગ કરી મહિલાઓને પોતાના પરિવાર સાથે ખુશ છે કે નહિ તેનું ફોલોઅપ પણ લેવામાં આવે છે.
સખી વન સ્ટોપ સેન્ટર કોઇ પણ પ્રકારની હિંસાથી પિડીત મહિલાઓને ૨૪ કલાક વિનામૂલ્યે ૫ દિવસ સુધી હંગામી આશ્રય પૂરૂ પાડી પિડીતાને કાઉન્સેલિંગ, પોલીસ સહાય, તબીબી સારવાર વગેરે સેવાઓ આપ્યા બાદ કુટુંબમાં પુનઃસ્થાપન કરવાની સમાધાનકારી મહિલાલક્ષી કામગીરી કરે છે જે હાલ ભૂતનાથ મહાદેવના મંદિર નજીક કાર્યરત છે. જે કોઇ પણ પ્રકારની મુશ્કેલી નિવારણ માટે સંપર્ક કરી શકાય છે. કેવા પ્રકારની હિંસાનો ભોગ બનેલી મહિલાઓ સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ કોણ લઇ શકે?
જેમાં શારિરીક હિંસા ,માનસિક હિંસા, જાતીય હિંસા, ભાવનાત્મક હિંસા ,એસિડ એટેક, ઘરેલુ હિંસા,મહિલાઓનો અનૈતિક વ્યાપાર જેવી હિંસાનો ભોગ બનેલી મહિલાઓ સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ લઇ શકે છે.