પોરબંદર
પોરબંદર ખાતે જોઈન્ટ સબ રજિસ્ટ્રાર કચેરી ફરીથી કાર્યરત કરવા સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
પોરબંદર ના સામાજિક કાર્યકર જયેશભાઇ સવજાણીએ ઇન્સ્પેકટર ઓફ જનરલ રજિસ્ટ્રેશન કચેરી તથા કલેકટર ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે.કે જીલ્લામાં જોઈન્ટ સબ-રજીસ્ટ્રાર કચેરી છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત હતી.જે અચાનક જ સરકારના આદેશથી બંધ કરી દેવામાં આવી છે.જેના કારણે સરકારના કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડયૂટીની આવકમાં નુકશાની ભોગવવી પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.પોરબંદર જિલ્લો મોટો છે.પરંતુ હાલમાં એક જ સબ-રજીસ્ટ્રાર હોવાના કારણે દસ્તાવેજી કામના ભરાવાના કારણે ઓનલાઈન ટોકન 8–8 દિવસ બાદનું મળે છે.
જેના કારણે અનેક દસ્તાવેજી વહેવારો અટકી પડે છે.અને સરકારની પણ કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડયૂટી આવક તેમજ મહેસુલી આવકમાં મોટાપાયે નુકશાન થાય છે.ઉપરાંત જિલ્લાના નાગરીકોને 8 થી 10 દિવસના સમયગાળાનું ટોકન મળતા મુસીબતમાં મુકાય ગયા છે.ફકત એક સબ-રજીસ્ટ્રાર કચેરી હોય તેના કારણે ભષ્ટ્રાચાર પણ વધવાની શકયતા રહેલી છે.જેથી સરકારની આવકમાં તેમજ પ્રજાના હીત માટે બંધ કરાવાયેલ જોઈન્ટ સબ-રજીસ્ટ્રાર કચેરી તાત્કાલીક અસરથી ચાલુ કરાવવામાં આવે તેવું રજુઆત માં જણાવ્યું છે.