પોરબંદર
પોરબંદર જિલ્લામા 15 થી 18વર્ષના તરૂણો માટે કોરોના પ્રતિરોધક રસીકરણની કામગીરી માં કુલ ૩૬૪૩૪ કિશોરો ની સામે અત્યાર સુધી માં ૨૨૨૮૪ કિશોરો ને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને ૧૪૬૩૨ ને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે. અને બાકી રહેતા કિશોરો ને પણ વહેલીતકે રસી આપવા તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરાયો છે.
પોરબંદર સહીત રાજ્યભર માં કોરોનાની ત્રીજી લહેર સામે કિશોરોને સુરક્ષા પુરી પાડવા માટે તા.3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના તરૂણો માટે કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો છે.જેમાં કુલ ૩૬૪૩૪ કિશોરો ની સંખ્યા સામે અત્યાર સુધી માં ૨૨૨૮૪ કિશોરો ને વેક્સીનનો પ્રથમ ડોઝ અને ૧૪૬૩૨ કિશોરો ને બીજો ડોઝ પણ અપાઈ ગયો હોવાનું ડીડીઓ વી કે અડવાણી એ જણાવ્યું હતું.
જયારે બાકી રહેતા કિશોરો ને પણ વહેલીતકે રસી આપવામાં આવે તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ માં જીલ્લા માં કોરોના ની ત્રીજી લહેર દરમ્યાન નાની ઉમર નાં બાળકો થઇ લઈને તરુણો પણ સંક્રમિત થયા છે.ત્યારે વેક્સીન એ કોરોના સામે લડવા અકસીર ઉપાય હોવાથી તરુણો માં પણ વેક્સીન ને લઇ ને ઉત્સાહ જોવા મળે છે.