પોરબંદર ખાણખનીજ વિભાગે મિયાણી નજીક દરિયાકાંઠે થી રેતીચોરી ઝડપી લીધી છે .અને સ્થળ પર થી ટ્રક અને લોડર સહીત ૨૫ લાખ નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા વહેલી સવારે મીયાણી ગામ ખાતે બ્રહ્માજી મંદિર પાછળ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં મંદિર પાછળ એક લોડર તથા બે ટ્રક દ્વારા દરિયાઈ રેતી ભરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આથી દરિયાઈ રેતી ખનીજના ખનન તથા વહન કરવા બદલ સ્થળ પર થી વાહનને સીઝ કરી મીયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. અને કેટલી રેતીચોરી થઇ છે તે અંગે સ્થળ પર સર્વે ની કામગીરી શરુ કરી છે.
પોરબંદર ખાણ ખનીજ વિભાગે મિયાણી નજીક દરિયાઈ રેતીચોરી ઝડપી લીધી


Related News
આ પોસ્ટ શેર કરો
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print