પોરબંદર નેહરુ યુવા કેન્દ્ર દ્રારા વણકર સમાજખાતે વિષય આધારિત જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો. જેમા ત્રણ સેશનમા યોજાયેલ કાર્યક્રમમા રોડ સેફટી અને ટ્રાફિક અવેરનેસ, મેન્ટલ હેલ્થ એન્ડ અવેરનેસ તથા નશા મુક્તિ સેશનમા નિષ્ણાંતો દ્રારા વિધાર્થીઓને માર્ગદર્શન અપાયુ હતુ.
જેમાં પ્રથમ સેશનમા રોડ સેફટી અને ટ્રાફિક અવેરનેસનું રાખવામાં આવ્યું હતું. આ સેશનના મુખ્ય વક્તા તરીકે કમલાબાગ પોલીસ સ્ટેશન ડી સ્ટાફ માં ફરજ બજાવતા પીએસઆઇ કે એન ઠાકરિયા દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિક અવેરનેસ અંગે માર્ગદર્શન આપવાની સાથે ગુજરાત પોલીસ દ્વારા કાર્યરત She Team અને મહિલા સશક્તિકરણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ બીજું સેશન મેન્ટલ હેલ્થ એન્ડ અવેરનેસ માટેનું રાખવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે સાયકોલોજી કાઉન્સિલર મોસમીબેન મારુ દ્વારા યુવાનો યુવતીઓને માનસિક સ્વાસ્થ્ય જાળવવા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્રીજું સેશન નશા મુક્તિ માટેનું રાખવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે નશાબંધી અધિક્ષક પોરબંદર પી આર ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. અને યુવાનો તથા યુવતીઓને વિવિધ નસીલા પદાર્થોથી દૂર રહેવા એક શપથ લેવડાવવામાં આવી હતી. તથા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ નહેરુ યુવા કેન્દ્ર ના જિલ્લા યુવા અધિકારી મેઘાબેન સનવાલ દ્વારા કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ, વી આર ગોઢાણિયા કોલેજ માં હિન્દી ડિપાર્ટમેન્ટમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા એમ.એન વાઘેલા, તથા મહેન્દ્રભાઈ વાળા,સમાજ કલ્યાણ વિભાગમાંથી દિપકભાઈ દાફડા, વણકર સમાજનાઅધ્યક્ષ અમરાભાઇ રાઠોડ,તથા હેડ કોન્સ્ટેબલ અરૂણભાઇ પવાર, નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો ભૂમિકા રાઠોડ, ચિરાગ સોલંકી, તથા કંદર્પ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
