પોરબંદર
રાજ્ય પોલીસવડા નાં આદેશ નાં પગલે પોરબંદર જીલ્લા માં એલસીબી અને એસઓજી ની ટીમ દ્વારા ભૂતકાળ માં હથિયાર સાથે અથવા હથિયાર સબંધી ગુન્હાઓ માં ઝડપાયેલ શખ્સો ને ત્યાં સ્નીફર ડોગ ની મદદ થી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પોરબંદર માં છેલ્લા મહિનાઓમાં ફાયરીંગ કરીને લૂંટ અને હત્યા કરવાની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળ્યો છે.તાજેતર માં ફાયરીંગ કરી ડબલ મર્ડર ની ઘટના પણ બની છે.જે બાબતને લઇ ને રાજ્ય પોલીસ વડાએ ગેરકાયદેસર હથિયારોની મદદથી ફાયરીંગ કરીને ગુના આચરનાર આરોપીઓની તમામ વિગતો એકત્ર કરવામાં આવે અને સાથે સાથે કાયદેસર હથિયાર ધરાવતા લોકોની હિસ્ટ્રી તપાસવાનો આદેશ અપાયો છે.
જેથી પોલીસે હથિયારો સંબધિત સ્પેશીયલ ડ્રાઇવ નું આયોજન કરાયું છે.જેમાં સીટી ડીવાયએસપી નાં નેતૃત્વ માં એલસીબી પીએસઆઈ એન એમ ગઢવી તથા અને એસઓજી પીઆઈ કે આઈ જાડેજા ની ટીમો બનાવાઈ છે.અને આ ટીમ દ્વારા સ્નીફર ડોગ ને સાથે રાખી હથિયારો અંગે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.ખાસ કરી ને જીલ્લા માં છેલ્લા 5 વર્ષમાં હથિયાર સાથે અથવા હથિયાર સબંધી ગુન્હા માં ઝડપાયેલા શખ્સોને અને તેના ઘરોને પણ સ્નીફર ડોગ દ્વારા ચેક કરવામાં આવે છે.અને દેશી જામગરી થી લઇ ને આધુનિક હથિયારો સાથે ઝડપાયેલા શખ્સો અને તેના ઘરોનું ચેકીંગ કરી થઇ રહ્યું છે.
જુઓ આ વિડીયો