પોરબંદર
પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે.આ મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિતે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત સિદ્ધેશ્વર મહાદેવ ની પ્રતિષ્ઠા નું પણ આયોજન કરાયું છે.જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા છે.
પોરબંદરમાં કડીયાપ્લોટ થી માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે ખાડીવાળા ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે.આ મંદિર ખાતે ખોડીયાર મિત્ર મંડળ દ્વારા સિદ્ધેશ્વર મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ તથા ખોડિયાર જયંતી નિમિત્તે ત્રીદિવસીય ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રવિવારે આ મંદિર ખાતે દેહશુધ્ધિ,પ્રાયશ્ચિત,દશવિધ સ્નાન,ગણેશ પૂજન,પુણ્યહન વાંચન,જલયાત્રા,નગરયાત્રા,ગૃહશાંતિ હોમ,મૂર્તિ મહાભીષેક,મૂર્તિ મહાન્યાસ,આરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા.
તો આજે સોમવારે દેવ પૂજા,પ્રધાન હોમ,દિશા હોમ તથા બપોરે દોઢ વાગ્યે સિદ્ધેશ્વર મહાદેવ ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.ઉપરાંત શિખર અભિષેક અને માતાજી નાં મગર ની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે.મંગળવારે ખોડીયાર જયંતિ નિમિતે દિવસભર મહા પ્રસાદી નું પણ આયોજન કરાયું છે.રવિવારથી જ ભાવિકો આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જોડાયા છે.નાની બાળાઓએ ખોડીયાર માતાજી અને તેમની બહેનો નું રૂપ ધારણ કર્યું હતું.
આ મંદિરની સામે માતાજીનું વાહન મગર માટે સ્થાન બનાવવામાં આવ્યું છે.નગરયાત્રા દરમ્યાન મોટી સંખ્યા માં ભક્તો જોડાયા હતા.સમગ્ર આયોજન ખોડીયાર મિત્ર મંડળ દ્વારા કરાયું હતું.જેના સભ્યો એ સમગ્ર આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી.અને મંગળવારે ખોડીયાર જયંતિ ની ઉજવણી માટે પણ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.ત્રિદિવસીય ઉત્સવ ને લઇ ને સમગ્ર વિસ્તાર નાં રહેવાસીઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જુઓ આ વિડીયો