પોરબંદરમાં ૧૪ વર્ષ ના તરુણ ને દાતા પાસે થી ૫૦૦ રૂ અપાવવા ની લાલચ આપી એક શખ્શે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
પોરબંદરની ફૂટપાથ પર રહેતા આધેડે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેનો ૧૪ વર્ષીય પુત્ર ગઈકાલે બપોર ના સમયે તે શીતલાચોક નજીક આવેલ મંદિર ખાતે જમવા ગયો હતો. ત્યારે ચોપાટી મેદાન માં રહેતો અજય સોલંકી નામનો શખ્સ પણ ત્યાં આવ્યો હતો. અને તેને એક દાતા 500 રૂપિયા આપતા હોવાનું જણાવી પોતાની સાથે આવવા કહ્યું હતું.
આથી તરુણ તેની સાથે આવવા તૈયાર થતા અજય તેને નજીક માં એક મકાનનું બાંધકામ થતું હતું. ત્યાં લઈ ગયો હતો અને તેના મોઢા પર રૂમાલ દાબીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. જેથી તરુણે તેને પાટું મારી નાસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અજયે ફરીથી પકડી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. અને ત્યાર બાદ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ તરુણ ને દુખાવો ઉપડતા તેણે આ અંગે તેના માતાપિતા ને જાણ કરી હતી. આથી તેને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડાયો હતો. પોલીસે તરુણ ના પિતા ની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. બનાવ ના પગલે શહેર માં ચકચાર મચી છે.